ગુજરાત(Gujarat): હાલ આખો દેશ દેશભક્તિના રંગમાં રંગાય ગયો છે. ‘હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga)’માં દરેક લોકો સામેલ થઇ રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસ, દરેક ઘર, વાહનો પર પણ તિરંગા આન-બાન-શાનથી લહેરાઈ રહ્યાં છે. પરંતુ ગુજરાતના એક શહેરમાં વિરાટ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. રાજકોટ(Rajkot)માં હરઘર તિરંગા અભિયાન હેઠળ નાનામવા(Nanamava) રોડ 250 ફુટ લાંબો તિરંગો ફરકાવવામાં આવ્યો છે.
સિલ્વર હાઈટ્સ સોસાયટી દ્વારા 250 લાંબો તિરંગો 22 માળ ઉંચેથી ફરકાવવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો 1 કિલોમીટર દૂરથી પણ રાજકોટવાસીઓ આ અદભુત નજારો જોઈ શકે છે. 150 ફૂટ રીંગ રોડ પર કોઈ પસાર થાય તો તેને પણ તિરંગો દેખાય તેટલો વિશાળ અને ભવ્ય છે.
View this post on Instagram
હર ઘર તિરંગા અભિયાનમાં આખો દેશ જોડાય ગયો છે. રાજકોટવાસીઓ પણ આ અભિયાનમાં જોડાઈને દેશપ્રેમ બતાવી રહ્યાં છે. ત્યારે રાજકોટના સૌથી વ્યસ્ત એવા નાના મવા રોડ પર આવેલી 22 માળની ઈમારત પર ગુજરાતનો સૌથી મોટો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. 22 માળની ઈમારત પર 250 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો છે. આ તિરંગો હાલ રાજકોટવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યો છે.
જણાવી દઈએ કે, નાના મવા રોડ રાજકોટનો પોશ વિસ્તાર છે, જ્યાં સિલ્વર હાઈટ્સ સોસાયટી 22 માળી છે. આ ઈમારત સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત હોવાનું કહેવાય છે. જેથી તેના પર લગાવવામાં આવેલો 250 ફૂટનો તિરંગો જોઈને લોકોમાં દેશપ્રેમની ભાવના પેદા થઈ રહી છે. લગભગ એક કિલોમીટર સુધીના વિસ્તાર સુધી આ ઊંચો તિરંગો જોઈ શકાય છે. તો અનેક લોકો આ તિરંગા સાથેની તસવીર અને વિડીયો શેર કરી રહ્યાં છે. તો સાથે જ તેની સાથે સેલ્ફી લેવા માટે ઉમટી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આટલો મોટો તિરંગો ખાસ ઓર્ડરથી બનાવવામાં આવ્યો છે. જેના માટે અંદાજે એક લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ તિરંગો તૈયાર કરી 15 ઓગસ્ટ સુધી બિલ્ડીંગ પર લહેરાતો જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.