longest underwater kiss: બેથ નીલે (South Africa) અને માઈલ્સ ક્લાઉટિયર (Canada) એ પાણીમાં રહીને સૌથી લાંબો ટાઈમ અન્ડરવોટર કિસ કરવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વેલેન્ટાઇન ડે ના દિવસે આ કપલે 4 મિનિટ 6 સેકન્ડ સુધી અન્ડરવોટર કિસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પોતાને નામ કર્યો છે.
બેથ નીલ અને માઈલ્સે, 3 મિનિટ 24 સેકન્ડના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો છે. 13 વર્ષ પહેલાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના ઇટાલિયન ટીવી શો ડેઇ રેકોર્ડમાં સેટ કરવામાં આવ્યો હતો. સગાઈ કરેલ દંપતી, જેઓ બંને ડાઇવર્સ છે અને તેમની દોઢ વર્ષની પુત્રી નેવ સાથે દક્ષિણ આફ્રિકામાં રહે છે. જાણવા મળ્યું છે કે, આ કપલ દુનિયાનું સૌથી લાંબુ અન્ડરવોટર કિસનો રેકોર્ડ બનાવવા ખાસ માલદીવ ગયા હતા.
તેઓએ સવારે 7.30 વાગ્યે તેમના પ્રયાસની શરૂઆત કરી, રેકોર્ડ જીતતા પહેલા થોડા શ્વાસ પકડીને વોર્મ અપ અને બે અને ત્રણ મિનિટના બે ટ્રાયલ અંડરવોટર કિસ સાથે શરૂઆત કરી હતી.
આ રેકોર્ડ બનાવવા આ કપલ છેલ્લા 3 વર્ષથી તૈયારી કરી રહ્યું હતું. રેકોર્ડ જીત્યા બાદ તેમણે જણાવ્યું કે, ‘અમને અપેક્ષા નહોતી કે, આ કીર્તિમાન અમે સ્થાપિત કરી શકીશું, પરંતુ અમારી વર્ષોની મહેનત રંગ લાવી છે.’ બેથે વધુમાં જણાવતા કહ્યું: “રેકોર્ડના ત્રણ દિવસ પહેલા હું મારો શ્વાસ રોકી શકતો ન હતો.”
તેઓએ માલદીવ જવાના થોડા અઠવાડિયા પહેલા રેકોર્ડની તૈયારી માટે તાલીમ શરૂ કરી હતી, અને જ્યારે તેઓને લાગ્યું કે, હવે તેઓ આ રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે ત્યારે તેમનામાં આત્મવિશ્વાસ આવી ગયો.
બેથે જણાવતા કહ્યું ‘મારા માટે આ ખૂબ જ રસપ્રદ હતું. કારણ કે, હું એક પ્રોફેસર છું. મારા જીવનની બધી બાબતો હું મારા વિદ્યાર્થીઓને કહું છું, જે હું મારા જીવનમાં પહેલીવાર કરવા માટે સક્ષમ નહોતો અને પછીથી તે પૂરી થઇ હોય’. બેથ ચાર વખત સાઉથ આફ્રિકન ફ્રીડાઈવ ચેમ્પિયન છે અને તેણે કેટલાય સાઉથ આફ્રિકન નેશનલ ફ્રીડાઈવિંગ રેકોર્ડ્સ અને આફ્રિકન કોન્ટિનેંટલ રેકોર્ડ્સ પોતાને નામ કર્યા છે.
રેકોર્ડ તોડવું એ બેથ માટે કંઈ નવું નહોતું, સૌથી લાંબી અન્ડર વોટર કિસનો રેકોર્ડ બેથ માટે અનોખી ચુનોતી હતી. કારણ કે, આ રેકોર્ડ બનાવવામાં બેથને પાણીમાં સ્થિર રહેવાનું હતું. તેમ છતાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી આ કપલે આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.