કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અને દંડ ની જોગવાઈ અમલમાં લવાતા જ વાહન ચાલકોમાં ચિંતા વધી છે તમામ વાહન ચાલકો પોતાના વાહનોના તમામ દસ્તાવેજો અને નવા તથા રિન્યુઅલ લાયસન્સ માટે ઇજવીજમાં લાગી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા સુરતના માસમાં ગામ પાસે વાહનોના ફિટનેસ ચેક કરવા માટે આધુનિક ફિટનેસ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
આ ફિટનેસ સેન્ટર સુરત આરટીઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે. અત્યાર સુધી આ સેન્ટરમાં રોજ માંડ 30 કે 40 વાહનો આવતા હતા પરંતુ જ્યારથી કાયદાની કડક અમલ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે ત્યારથી વાહન ચાલકો પણ દસ્તાવેજો યીગ્ય કરવામા વ્યસ્ત થઈ ગયા છે. સુરતના માસમાં ફિટનેસ સેન્ટરમાં રોજ 300 જેટલા વાહનો ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આવી રહ્યા છે. ફિટનેસ ટેસ્ટ માં નાપાસ થતા વાહનોને રીપેર કરી ફરી ટેસ્ટ માટે લાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.