મોજશોખ પુરા કરવા ચડ્યા ચોરીના રવાડે! દિન દહાડે હથિયારધારી લબરમૂછિયાઓએ બેંકમાં કરી લાખોની ચોરી- જુઓ CCTV ફૂટેજ 

Loot In bank Of Baroda Branch Sheohar: બિહારના શિવહર જિલ્લામાં દિન દહાડે હથિયારોના આધારે બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. હથિયારધારી બદમાશોએ…

Loot In bank Of Baroda Branch Sheohar: બિહારના શિવહર જિલ્લામાં દિન દહાડે હથિયારોના આધારે બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. હથિયારધારી બદમાશોએ બેંકમાંથી રૂ. 27.5 લાખની રોકડ લૂંટીને ફરાર થઇ ગયા હતા. તેઓએ બેંક ગાર્ડને ગોળી મારી ઇજા પહોંચાડી અને તેની રાઇફલ પણ તોડી નાખી હતી. ઘાયલ ગાર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે જ સમયે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બેંક પહોંચ્યા અને ઘટના વિશે પૂછપરછ હાથ ધરી છે. પોલીસ આરોપીઓને શોધવા માટે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના તારીખ 22 જુન ને ગુરુવારના રોજ એટલેકે ગઈકાલે સવારે 10.18 વાગ્યે બની હતી. પીપરાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં લૂંટની મોટી ઘટના બની હતી. અંબા કલાનની આ શાખામાં હથિયારો સાથે આવેલા અડધા ડઝન બદમાશોએ પહેલા બેંકની બહારના ગાર્ડને ગોળી મારીને ઘાયલ કરી અને તેની રાઈફલ તોડી નાખી હતી. બેંકમાં ઘૂસેલા બદમાશોએ બંદૂકની અણીએ તમામ સ્ટાફ પાસેથી લોકરની ચાવી માંગી હતી. ગોળી વાગવાના ડરને કારણે બેંક સ્ટાફે સ્ટ્રોંગ રૂમની ચાવી બદમાશોને આપી દીધી હતી.

27.5 લાખની લૂંટ કરી
બેંકની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. લોકર રૂમમાં એક બદમાશ બેગ લઈને ઊભો છે. રૂમની બહાર અન્ય બદમાશો છે અને તેમના હાથમાં બંદૂક છે. બેંકર લોકરની ચાવી લઈને આવે છે. બદમાશ તેને લોકર ખોલવાનું કહે છે અને તેની તરફ બંદૂક તાકી દે છે.

ગભરાયેલો બેંકર ઝડપથી લોકર ખોલે છે અને બદમાશો તેમની બેગમાં નોટો લઈને ભાગી જાય છે. બદમાશોના ગયા બાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવે છે. માહિતી મળતાં પોલીસ ઉપરાંત સિટી એસપી પણ બેંકમાં પહોંચીને સંપૂર્ણ માહિતી લે છે અને કાર્યવાહી હાથ ધરે છે.

બદમાશોની શોધ ચાલુઃ એસ.પી
એસપી અનંત કુમાર રાયનું કહેવું છે કે બેંક મેનેજરે 27.5 લાખ રૂપિયાની લૂંટની વાત કહી છે. બેંક ખુલતાની સાથે જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બદમાશોની ગોળીથી બેંકનો ગાર્ડ ઘાયલ થયો છે, હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. બેંકના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓના ચહેરા દેખાઈ રહ્યા છે અને તેને આધારે કેસ નોંધવામાં આવ્યો છે, આરોપીની શોધ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *