Gujarat Looteri Dulhan News: ઈન્ટરનેટની માયાજાળ ભરી દુનિયામાં મજબુર કે અજ્ઞાન લોકોને શિકાર બનાવતા ઠગબાજોને મોકળું મેદાન મળ્યું હોય (Gujarat Looteri Dulhan News) તેમ અનેક પ્રકારના ફ્રોડની ઘટનાઓ વધવા પામી છે. કંઈક આવી જ ઘટનામાં મહેસાણાના યુવકને પૈણ ચડયું હતું અને ઈન્ટરનેટ પર કન્યા શોધવા જતા મહારાષ્ટ્રની લૂંટરી દુલ્હન ભટકાઈ હતી.
આ રીતે લૂંટેરી દુલ્હન સાથે થઇ હતી ઓળખ
યુવકને પોતાના સગ્ગા હાથે 4 લાખ રોકડા અને 2 લાખ બેન્કમાં ટ્રાન્સફર કરી કુલ 6 લાખ આપ્યા બાદ પણ લગ્નના ઓરતા અધૂરા રહ્યા હતા. યુવતીએ છેતરપિંડી આચરી હોવાનું ભાન થતા યુવકે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહેસાણાના માનવ આશ્રામ ચોકડી પાસે આવેલ સાકાર ડ્રિમસિટીમાં રહેતા મનીશકુમાર વિનોદચંદ્ર મોદી નામના 35 વર્ષીય યુવકે પોતાના જીવનસાથીની શોધમાં ઈન્ટરનેટ પર જોવા મળેલી મેરેજ માટેની ઓનલાઇન એક સાઇટ પર શોધખોળ શરૂ કરી હતી.
6 લાખ લુંટ્યા
જેમાં ફરિયાદી આ યુવકને મહારાષ્ટ્રના વેસ્ટ મુંબઈના ભયંદરમાં શિવસેના ગલગલીમાં આવેલ ચાચા ભતિજા બિલ્ડીંગમાં રૂ.નં.21માં રહેતી ધારા ભરતભાઇ વોરા ઉ.વ.28 નામ વાળી યુવતી સંપર્કમાં આવી હતી. યુવતીએ યુવક સાથે સંપર્ક થતા જ પોતાની ર્ફ્જી પ્રેમજાળ બિછાવી હતી. જાળમાં યુવક પૂરે પૂરો ફ્સાઈ જતા યુવતીએ તેની પાસે રૂપિયા 4 લાખ રોકડા અને 2 લાખ તેના બેન્ક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
કુલ 6 લાખ લીધા બાદ પણ લગ્ન ન કરતા યુવતીએ યુવક સાથેના સંપર્કમાં પોતાનો રંગ બદલવાનો શરૂ કર્યો હતો. અંતે યુવકને આ યુવતીએ તેની સાથે છેતરપિંડી આચરી હોવાનું લાગતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે આધારે મહેસાણા એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App