Lockdown બાદ ગુજરાત સરકાર સતત કોરોના ને હરાવવા મહેનત કરી રહી છે. સાથે સાથે વિપક્ષ પણ સારા વિરોધ પક્ષની ભૂમિકામાં સરકારને બનતી મદદ કરી રહી છે. ત્યારે હવે સામાન્ય જનતા માટે સરકાર પણ કંઈક કરે તે માટેની માંગણી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને ગુજરાત રાજ્યના સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આગામી છ મહિના સુધી ની સંપૂર્ણ ફી માફ કરવાની માંગણી કરી છે.
પોતાના પત્રમાં પરેશ ધાનાણીએ લખ્યું છે કે, રાજ્યની તમામ શાળા-કોલેજો lockdown પહેલાથી બંધ કરવામાં આવી છે. 15 માર્ચથી રાજ્યની શાળા-કોલેજો બંધ છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓને વીજળી-પાણી ટ્રાન્સપોર્ટેશન વગેરે ખર્ચાઓ થતા નથી. બીજી તરફ lockdown ને કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી ધંધા રોજગાર વગરના પરિવારો આર્થિક તંગી અનુભવી રહ્યા છે. આવા પરિવારોને રાહત આપવા માટે ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ન ઉઘરાવે તેવી રજૂઆત કરી છે.
પત્રમાં પરેશ ધાનાણી અગાઉ ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે મળીને મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર આપેલ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. હજી સુધી શાળા કોલેજો ક્યારે થશે તે નક્કી નથી. જેથી ફરીથી શાળા કોલેજો શરૂ થાય તે સમયે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને ધંધા રોજગાર વગર ફી ભરવાનું સંકટ આવશે. જેથી આ પરિવારોને રાહત મળી રહે તે માટે ઓછામાં ઓછા છ મહિના ની સંપૂર્ણ ફી માફ કરવા ની ભલામણ સાથે વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન લાગુ થયું છે ત્યારથી પરેશ ધનાણી દ્વારા પોતાના જીલ્લામાં ભૂખ્યાને ભોજન કરાવવા રસોડું ચલાવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષની સુચનાથી કોંગ્રેસે પરપ્રાંતીય લોકોને ભાડા પણ ચૂકવીને રાજ્ય સરકારનો ખર્ચ બચાવ્યો છે. જો કે એક સારા સાશક તરીકે હજી સુધી કોઈ ભાજપ નેતાએ આ વાતને વખાણી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news