અન્નપૂર્ણા જયંતીનાં પાવન પર્વ પર આજના દિવસે આ વસ્તુનું દાન કરવાંથી મળશે અનેકગણું પુણ્ય -જાણો પૂજાની વિધિ 

ભારતમાં સંસ્કૃતિનું મહત્વ જળવાઈ રહ્યું છે ત્યારે આજે એટલે કે, માગશર મહિનાની પૂનમનાં રોજ અન્નપૂર્ણા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પંચાંગ ભેદને લીધે કેટલીક…

ભારતમાં સંસ્કૃતિનું મહત્વ જળવાઈ રહ્યું છે ત્યારે આજે એટલે કે, માગશર મહિનાની પૂનમનાં રોજ અન્નપૂર્ણા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પંચાંગ ભેદને લીધે કેટલીક જગ્યાએ આવતીકાલે એટલે કે 30 ડીસેમ્બરનાં રોજ પૂનમ ઊજવવામાં આવશે. કાશીના પંડિત ગણેશ મિશ્ર કહે છે કે, આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું સ્વરૂપ લીધું હતું.

ધર્મગ્રથોમાં માનવામાં આવ્યું છે કે, આજનાં દિવસે રસોઈઘરમાં ચૂલા, ગેસ સ્ટોવની પૂજા પણ કરવી જોઇએ. આની સાથે ઘરના અન્નકોષમાં પણ દેવી અન્નપૂર્ણાની પૂજા કરવી જોઇએ. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ અનાજ તથા ભોજનની ખોટ પડતી નથી.

આની સાથે જ ઘરમાં બનાવવામાં આવેલ ભોજનને ખાવાથી બીમારીઓ પણ દૂર રહે છે. દેવી અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘર-પરિવારમાં ક્યારેય પણ અનાજ તથા ધન-ધાન્યની ખોટ પડતી નથી. જો કે, અનાજનો અનાદર ક્યારેય પણ કરવો જોઇએ નહીં પણ આ દિવસે ખાસ કરીને સાવધાની રાખવી જોઇએ. ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ પડે નહીં તેમજ દેવીની કૃપા હંમેશાં જળવાયેલી રહે છે.

આ દિવસે અનાજનાં દાનનું મહત્ત્વ :
માગશર મહિનાની પૂનમનાં દિવસે દેવી અન્નપૂર્ણાની વિશેષ પૂજા કરવાની પરંપરા રહેલી છે. આજનાં દિવસે પૂજા કર્યાં બાદ કેટલાંક પ્રકારના ભોગ બનાવીને દેવી અન્નપૂર્ણાને નેવેદ્ય ધરાવવામાં આવે છે. ત્યારપછી અનાજદાન કરવું જોઇએ. જરૂરિયાતમંદને પેટભરીને ભોજન કરાવવું જોઇએ.

જો કે, માગશર મહિનાના બધાં દિવસે અનાજદાન કરવાની પરંપરા રહેલી છે પરંતુ કોઇપણ કારણસર માગશર મહિનામાં આખો મહિનો દાન ન કરી શકો તો આ પૂનમનાં દિવસે અનાજદાન કરવાથી આખા મહિનાનું ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી હતી :
એવી માન્યતા રહેલી છે કે, જ્યારે ધરતી પર પાણી તથા અનાજ પૂર્ણ થવા આવ્યું ત્યારે તમામ સ્થળ પર હાહાકાર મચી ગયો ત્યારે માનવીએ અનાજની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીની પૂજા કરી હતી ત્યારે શિવજીએ ધરતીનું ભ્રમણ કરીને ત્યારપછી માતા પાર્વતીએ અન્નપૂર્ણા સ્વરૂપ ભગવાન શિવજીએ ભિક્ષુ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઇને ધરતી પર વસેલાં લોકોને વહેંચ્યું હતું. ત્યારથી તમામ દેવોની સાથે માનવીએ પણ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાની શરૂઆત કરી દીધી હતી. જે દિવસે માતા અન્નપૂર્ણા પ્રકટ થયાં ત્યારે માગશર મહિનાની પૂર્ણિમા હતી. જેને લીધે માગશર પૂનમનાં દિવસે અન્નપૂર્ણા જયંતી ઊજવવામાં આવે છે. આજનાં દિવસે અનાજ દાનનું ખાસ મહત્ત્વ રહેલું છે.

પૂજા કરવાંની વિધિ :
માતા અન્નપૂર્ણા અનાજની દેવી છે એટલે આજનાં દિવસે રસોઈ ઘર સાફ રાખવું જોઇએ. આની સાથે જ ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ રાખવું જોઇએ.

ત્યારપછી ભોજન પકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગેસ સ્ટોવ ઉપર કંકુ, ચોખા, ફૂલ, ધૂપ તેમજ દીવો પ્રગટાવીને પૂજન કરવું જોઇએ. આની સાથે જ રસોઈમાં માતા પાર્વતી અને ભગવાન શંકરજીની પૂજા પણ કરવી જોઈએ. માતા અન્નપૂર્ણાની પૂજા પણ રસોઈ ઘરમાં યોગ્ય વિધિથી કરીને પ્રાર્થના કરવી જોઈએ. પૂજા કર્યા બાદ પોતાના ઘરમાં બનાવવામાં આવેલ ભોજન ગરીબોને ખવડાવવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *