Parpotiya Mahadev Mandir: દેવાધિદેવ મહાદેવ, જેમનો ન તો કોઈ અંત છે, ન તો કોઈ આદિ. ભોળાનાથના મંદિરો લગભગ દરેક ગલી, મહોલ્લામાં, ગામમાં હોય છે. પરંતુ 12 જ્યોતિર્લિંગ સિવાય પણ દેશભરમાં ઘણા બધા એવા શિવાલયો છે, જે ઐતિહાસિક છે, જેનો સંબંધ ઉપનિષદો (Parpotiya Mahadev Mandir) અને પુરાણો સાથે છે. આવું જ એક મહાદેવનું મંદિર આવેલું છે અમદાવાદ જિલ્લામાં ત્યારે ચાલો જાણીએ તે મંદિરના ઇતિહાસ વિષે…
શિવલિંગ તરીકે પરપોટાની પુજા કરવામા આવે છે
આ મંદીરનું નિર્માણ 5000 વર્ષ પૂર્વે થયં હતું. અમદાવાદના શિવભક્તો આ મહાદેવની મુલાકાત ખુબ જ સરળતાથી લઈ શકે છે કારણ કે ધોળકા સ્થિત આ મંદીર અમદાવાદથી માત્ર 40 કિ મી ના અંતરે જ આવેલું છે. એવું કહેવાય છે કે અહીં 5000 વર્ષ પુર્વે ભોળાનાથે દર્શન આપ્યા હતા. આ મંદીરનું મુખ્ય આકર્ષણ અહીં શિવલિંગ તરીકે પરપોટાની પુજા કરવામા આવે છે.
શિવલિંગ પર જોવા મળે છે આવા નિશાન
અહીં અવિરત રીતે પરપોટા નિકળે રાખે છે. જોકે તે ક્યાંથી નીકળે છે શા કારણસર નીકળે છે તેની કોઈને કશી જ ખબર નથી. આગળ જણાવ્યું તેમ આ મંદીરનું નામ ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે જેની પાછળ પણ એક કારણ છે. એવું કહેવાય છે કે ચંદ્રની સીધી જ અસર અહીંના શિવલિંગ પર થાય છે. જો પુનમની રાત હોય તો તમને શિવલિંગ પર ચંદ્રનું સફેદ નિશાન જોવા મળશે અને જો અમાસ હોય તો શિવલિંગ પર કોઈ જ સફેદ નિશાન જોવા નહીં મળે.
ભગવાન સ્વામિનારાયણ અને પાંડવોએ અહીં પૂજા કરી હતી
જો કે આ ઘટનામાં એક અપવાદ પણ છે. જેમાં શ્રાવણ મહિનામાં પુનમની રાત્રે કોઈ જ સફેદ નિશાન જોવામાં નથી આવતું. આ ઉપરાંત પરપોટા સ્વરૂપે જે શિવલિંગની પુજા કરવામાં આવે છે તેને તમે ગણી નથી શકતા. જો તમે તેને ગણવાનો પ્રયાસ કરશો તો દરેક વખતે તમને એક નવો જ આંકડો મળશે. વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણ અને પાંડવોએ અહીં પૂજા કરી હતી.
દૂર દૂરથી શિવભક્તો અહીં દર્શન કરવા આવે છે
આ મંદિર સ્વયંભૂ રીતે પ્રગટ થયું છે દૂર દૂરથી શિવભક્તો અહીં દર્શન કરવા આવે છે અને મનોકામના રાખે છે મનોકામના પૂર્ણ થતાં જ ભગવાન શિવને અહીં પ્રસાદ ચડાવે છે. ધોળકા તેમજ આસપાસના ગામડાઓમાંથી અહીં હજારો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ તેમજ શિવરાત્રીના મહાપર્વ પર દર્શન કરવા આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App