સામાન્ય રીતે વજન ઓછું કરવા માટે લોકો ડાયેટિંગ કરે છે અને વર્કઆઉટ પણ કરે છે. પરંતુ અમુક એવી પણ રીતો છે જેની મદદથી તમે પોતાનું વજન ઓછું કરી શકો છો અને તેના માટે તમારે ફક્ત પોતાના રસોડા સુધી જવાનું છે. અહીં અમે તમને એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે વજન ઓછું કરી શકો છો અને તે પણ કોઇપણ પ્રકારની મહેનત વગર.
વજન ઘટાડવા માટે મેથી ખૂબ જ કારગર છે. હકીકતમાં મેથી એક એવો મસાલો છે જેનો ઉપયોગ વજન ઘટાડવા અને ડાયાબિટીઝના ખતરાને ઓછું કરવા માટે કરી શકાય છે. જો તમે દરરોજ મેથીની ચાને રોજ પીવો છો તો થોડાક દિવસોની અંદર ફરક જોવા મળશે.
મેથીના બીજમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. જે શુગર લેવલને મેન્ટેન કરવામાં સક્ષમ હોય છે. આ તમારા શરીરમાં ઈસુલિનની માત્રાને વધવાથી રોકે છે. એવામાં જ્યારે જ્યારે તમે રેગ્યુલર ચા અથવા કોફીના બદલામાં મેથીની ચા પીવો છો તો આ જાડાપણું અને ડાયાબિટીઝ જેવી હેલ્થ પ્રોબ્લેમ ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મેથીના દાણામાં પ્રાકૃતિક એન્ટાસિદ ગુણ હોય છે જે મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
મેથીના દાણાને મિક્સરમાં નાખીને સારી રીતે પાવડર બનાવી લો. જ્યારે ચા પીવાની ઈચ્છા થાય તો ગેસ પર એક કપ પાણી મૂકી પાણી ગરમ થાય એટલે એક ચમચી મેથીનો પાઉડર નાખો.ઉભરો આવવા પર ગેસ બંધ કરો અને ગાળીને કપમાં લઈ લો. તેમાં મધ અને લીંબુ મિક્સ કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.