હરિયાણા: હરિયાણાના પલવલ જિલ્લાના હથિન વિસ્તારમાં આશ્ચર્યજનક બનાવ જોવા મળ્યો છે. 67 વર્ષના વૃદ્ધાએ 19 વર્ષની છોકરી સાથે પ્રેમ લગ્ન કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બંનેએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ પહોંચીને પોતે પતિ-પત્ની હોવાની વાત જણાવી છે.
તેઓએ પોતાના પરિવારજનોથી જીવનો ખતરો હોવાનું જણાવીને સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ચોકાવનારી વાત એ છે કે, 67 વર્ષના વૃદ્ધના 7 બાળક છે. તેમાં પણ બધાના લગ્ન થઈ ગયા છે. જ્યારે છોકરી પણ પરણિત હતી. પંજાબ-હરિયાણા હાઇકોર્ટે કેસની ગંભીરતાને જોતા પલવલ જિલ્લાના એસપી દીપક ગહલાવતે આદેશ રજૂ કર્યો છે કે, તેઓ એક ટીમની રચના કરીને છોકરીની સુરક્ષા કરે અને વૃદ્ધ વ્યક્તિ વિશે સંપૂર્ણ તપાસ કરશે.
આ અંગે ડીએસપી રતનદીપ બાલીએ જણાવ્યું હતું કે, હથીન ગામના હુંચપુરીમાં રહેતા 67 વર્ષના વૃદ્ધાએ નૂંહ જિલ્લાના એક ગામની 19 વર્ષના છોકરી સાથે લગ્ન કર્યા છે. દંપતીએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું છે કે, છોકરીના પરિવારજનોથી અમને જીવનું જોખમ છે. તેમને જણાવ્યું હતું કે, અમને હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે, કેસની તપાસ કરવામાં આવે અને બંનેની સુરક્ષા આપવામાં આવે.
પ્રેમ લગ્ન કરનારા વૃદ્ધા અને છોકરી પહેલાથી પરણિત હતા. વૃદ્ધના 7 બાળકો છે તે પણ બધા પરણિત છે. 4 વર્ષ પહેલા વૃદ્ધાના પત્નીનું મૃત્યુ થયું હતું. જ્યારે લગ્ન કરનારી છોકરી પણ પરણિત છે અને તેને કોઈ બાળક નથી. ડીસીપીના જણાવ્યા અનુસાર, છોકરીના પરિવારજનોની ગામમાં વિવાદીત જમીન હોવાથી પ્રેમ લગ્ન કરનાર વૃદ્ધ તેમની મદદ કરવા ગયો હતો. તે દરમિયાન બંને વચ્ચે સંપર્ક થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.