જાણો શું થયું કે, આ મહિલા ટ્રેન નજીક આવતા પાટા પર સુઈ ગઈ અને થયું કમકમાટી ભર્યું મોત- જુઓ CCTV વિડીઓ

આપણે લોકો અવારનવાર અકસ્માતની ઘટના વિશે જોતા અને સાંભળતા હશું. ત્યારે ઘણી વાર લોકો પોતાના કોઈ અંગત કારણોસર પોતાનું જીવન ટુંકાવતા હોય છે. જયારે આવી જ એક ઘટના હાલ સામે આવી છે જેમાં એક મહિલા કોઈ ઝગડાને કારણે રેલવેના પાટા પર સુઈ જાય છે અને મોતને વ્હાલું કરે છે. જાણીએ સમગ્ર ઘટના વિશે…

મહારાષ્ટ્રમાં વિક્રોલી રેલ્વે સ્ટેશન પર એક લોકલ ટ્રેન આવી રહી હતી. ત્યારે એક 27 વર્ષની મહિલાએ રેલ્વે ટ્રેક પર કુદીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે સેલ્ફીને લઇને પતિ સાથે થયેલા ઝઘડાને કારણે મહિલાએ આત્મહત્યા કરી હતી. કુર્લા રેલ્વે પોલીસે તેમના પતિની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આ ઘટનાની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંજના શેર નામની મહિલા શુક્રવારના રોજ સવારે 10.30 વાગ્યાની આસપાસ વિક્રોલી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ઘણા સમયથી બેઠી હતી. થોડા સમય પછી, જયારે આ મહિલાએ રેલ્વે ટ્રેક પર આવતી ટ્રેનને જોઇ ત્યારે તે રેલ્વે ટ્રેક પર કુદી હતી અને પાટા પર જ સુઈ ગઈ હતી. ત્યારે આ ટ્રેન મહિલા પરથી પસાર થતા જ મહિલાનું ગળું ધડથી અલગ થઈ ગયું હતું અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કુર્લા રેલ્વે પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને કુર્લા રેલ્વે પોલીસ આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *