વહુને થયો ડ્રાઇવર સાથે પ્રેમ, ત્યાર પછી આ રીતે શરૂ થઇ પ્રેમકહાની

વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.

પતિ-પત્ની વચ્ચેના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે આવે છે. પરંતુ અમુક વખત સબંધોમાં તિરાડ પડતી જોવા મળે છે. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચેના ઝગડાઓ હોય છે. અથવા તો લગ્નના સબંધો પછી પણ અન્ય વય્ક્તિ સાથેના આડકતરા સબંધોને લઈને પણ  પતિ પત્ની વચ્ચે ઝગડાઓ થતા હોય છે.અહી વડોદરામાં પણ આવી જ એક ઘટના જોવા મળી છે.

મેટ્રો સિટી વડોદરામાં હાલ એક પૈસેટકે સુખી અને સુશિક્ષીત પરિવારની ભારે ચર્ચા જાગી છે. આ પરિવારની 75 વર્ષિય સાસુએ પોતાની 45 વર્ષિય પુત્રવધુ વિરુદ્ધ ચારિત્ર્ય અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેની પુત્રવધુના ડ્રાઇવર સાથે આડાસંબંધ છે. એટલું જ નહીં ઘરે કોઇ ન હોય ત્યારે આ ડ્રાઇવર તેને મળવા આવતો. ફરિયાદના આધારે પોલીસ પુત્રવધુની અટકાયત કરી તપાસ કરી હતી, જેમાં કેટલીક રોચક માહિતી મળી આવી હતી. જેમાં પુત્રવધુ અને ડ્રાઇવર વચ્ચે વોટ્સએપ પર અભદ્ર ચેટિંગ, અશ્લિલ ફોટા મળી આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં સાસુએ જણાવ્યું કે, લગ્ન બાદ આડાસંબંધ રાખતી તેની પુત્રવધુ ધમકી આપતી હતી કે, પૈસા આપો તો છુટાછેડા આપીશ, નહીં તો તમને બધાને ઝેરી દવા આપી દશ અથવા ખોટા કેસમાં ફસાવી દેશે. જો કે, પાણી નાકથી ઉપર જતાં 75 વર્ષિય સાસુએ પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકિકત જણાવી પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ શ્રીમંત પરિવારમાં આવી રીતે બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

આ રીતે શરૂ થઇ પ્રેમકહાની:

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા આ પરિવારના પુત્રએ પ્રેમલગ્ન કર્યા હતા, ત્યારબાદ બંનેને સંતાનમાં 19 વર્ષનો પુત્ર પણ છે. જો કે, 22 વર્ષનું દાંપત્ય જીવન હાલ પડી ભાંગવાના આરે છે, કારણ કે, મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડાસંબંધ શરૂ થયા છે. મહિલાને કુતરા પ્રત્યે ખાસ લગાવ હતો, આથી અંદાજે બે વર્ષ પહેલા ઘર પાસે રખડતાં કુતરાને ઇજા થતા તેણીએ ડોગ કમ્પલેઇનમાં ફોન કર્યો હતો. બાદમાં ડોગ કેર વાન આવી અને કુતરાને સારવાર માટે લઇ ગઇ હતી. જો કે, આ દરમિયાન વેનના ડ્રાઇવરની મહિલા સાથે આંખ મળી ગઇ અને ત્યાને ત્યાં જ બને વચ્ચે મોબાઇલ નંબરની પણ આપ લે થઇ ગઇ હતી. બાદમાં ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમકહાની વધતી ગઈ અને મહિલાએ સાસરિયાવાળાને અંધારામાં રાખી જ્યારે ઘરે કોઇ ન હોય ત્યારે પ્રેમીને બોલાવવાનું શરૂ કર્યું. અંતે આડાસંબંધની જાણ મહિલાના 72 વર્ષિની સાસુને થઇ અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *