હચમચાવતાં દૃશ્યો… પરણિત પ્રેમિકાને ગળે મળી પ્રેમીએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

આપઘાતના કિસ્સામાં સતત વધરો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના રાજસ્થાનના ભરતપુર માં આવેલી એક હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. હોસ્પિટલના છઠ્ઠા માટે એક યુવકે કૂદીને તેનું જીવન ટૂંકાવ્યું છે. આ યુવકનું નામ ચંદ્રપાલ છે, તેની ઉંમર 22 વર્ષ છે. સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે.

મળેલી માહિતી અનુસાર ચંદ્રપાલ એક સંબંધીને મળવા માટે હોસ્પિટલ ગયો હતો. પરિવારજનોએ એવો દાવો કર્યો કે તે બારીમાંથી બહાર ડોકાયો અને ત્યારે તેનો પગ લપસતા તે નીચે પડ્યો છે. પરંતુ સીસીટીવી માં દેખાઈ રહ્યું છે કે તેને છલાંગ લગાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ચંદ્રપાલ ભરતપુરમાં આવેલા એક આશ્રમમાં કામ કરતો હતો. સોમવારે સાંજે તે લગભગ આઠ વાગ્યાની આસપાસ ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે ‘તે નોકરીએ જઈ રહ્યો છે’ ત્યારબાદ તે ઘરે પરત ફર્યો નહતો. ત્યારબાદ તેની શોધ ખોળ કરવામાં આવી અને શોધખોદ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ સામે આવી જેમાં સોમવારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ આર એમ બી હોસ્પિટલમાં પાંચમાં માળે ચંદ્રપાલ જોવા મળ્યો હતો.

સીસીટીવીમાં જોવા મળ્યુ કે ચંદ્રપાલ થોડો ટાઈમ હોસ્પિટલમાં રોકાયો હતો. ત્યારબાદ તે હાથના ઇશારે કોઈકને બાર બોલાવી રહ્યો હતો. એક મિનિટ અને સોળ સેકેન્ડ સુધી લગભગ તેણે કોઈક સાથે આવી રીતે ઇશારામાં વાત કરી હતી. ત્યારબાદ ચંદ્રપાલ ઉભો હતો ત્યાં એક છોકરી આવી અને ચંદ્રપાલે તે છોકરીને ગળે લગાવે અને તેના હાથ પર કિસ કરી હતી.

ત્યારબાદ ચંદ્રપાલ છઠ્ઠા માળે પહોંચ્યો અને ત્યારે દાદર પર ઉભા રહી તે છોકરી સાથે કંઈક વાત કરતો જોવા મળ્યો અને તે છોકરીને હાથના ઈશારા વડે બોલાવી રહ્યો હતો. પરંતુ તે છોકરી આવી નહોતી. ત્યારબાદ તે ઉપર આવ્યો અને બારી ખોલીને ત્યાંથી નીચે મોતની છલાંગ લગાવી લીધી.

પોલીસે જ્યારે પરિવારજનો સાથે વાત કરી ત્યારે પરિવારજનોએ જણાવ્યું કે પગ લપસ્યો હોવાને કારણે તે નીચે પડ્યો હતો. અને તેનું મોત થયું હતું પરંતુ સીસીટીવી વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ચંદ્રપાલ બારીમાંથી નીચે કૂદી રહ્યો છે ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો.

પોલીસે વધુ વાત કરતા જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, અને તે આધારે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી વિડીયોમાં જે છોકરી દેખાઈ રહી હતી. તેના વિશે હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી અને તેનું નામ પણ કોઈને ખબર નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *