Video: કેમેરામાં કેદ થયો દિલ ધ્રુજાવી દે એવો અકસ્માત: હાઈવે પર ટક્કરથી 30 ફૂટ હવામાં ફંગોળાયો પરિવાર

Bareilly- Nainital Highway Tractor Tempo Accident: સોમવારે બરેલી (Bareilly)ના દેવરાનિયા વિસ્તારમાં નૈનીતાલ હાઈવે (Nainital Highway) પર થયેલા ભયાનક અકસ્માત (accident news)નો એક વીડિયો (Accident Video)સામે…

Bareilly- Nainital Highway Tractor Tempo Accident: સોમવારે બરેલી (Bareilly)ના દેવરાનિયા વિસ્તારમાં નૈનીતાલ હાઈવે (Nainital Highway) પર થયેલા ભયાનક અકસ્માત (accident news)નો એક વીડિયો (Accident Video)સામે આવ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરની ટક્કરથી ટેમ્પોમાં સવાર એક માસૂમ બાળક 30 ફૂટ દૂર પટકાય હતી. તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને માતા-પુત્રીનું મોત થયું હતું અને પરિવારના છ સભ્યો ઘાયલ થયા છે.

આ અકસ્માત બરેલી-નૈનીતાલ હાઈવે પર સેમીખેડા પાસે થયો હતો. ખોટી દિશામાંથી આવતા ટ્રેક્ટરે સામેથી આવતા ટેમ્પોને ટક્કર મારી હતી. અકસ્માતમાં રફીકની બાનો, પુત્રી અંગૂરી અને ટેમ્પો ચાલક ખાદિમ, સીબી ગંજના તિલિયાપુર ગામના રહેવાસીનું મોત થયું હતું. જ્યારે રફીનો પુત્ર ભુરા, તેની પત્ની ખુશ્બુ, ભુરાના બે પુત્રો સૈફ અને પરિવારના અલ્ફેજ અને ઈમરાના ઘાયલ થયા હતા.

પરિવારના તમામ સભ્યો બહેરામ શાહ બાબાના ઉર્સ માટે કસ્બા મુડિયા જાગીર જઈ રહ્યા હતા, પરંતુ અકસ્માતે બે પરિવારોની ખુશી છીનવી લીધી. આ ઘટના હાઈવેની બાજુમાં આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં ટ્રેક્ટરની ટક્કરથી ટેમ્પો સવાર દૂર સુધી પડતો દેખાય છે ત્યાર તે ઉઠવા લાગે છે. ત્યારે એક વ્યક્તિ દુકાનમાંથી દોડીને આવે છે અને તેને ખોળામાં ઊંચકે છે.

ખાદિમના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા

અકસ્માતનો ભોગ બનેલા ટેમ્પો ચાલક ખાદિમ ઉર્ફે નાન્હેના લગ્ન એક મહિના પહેલા આમલાના બરખેડા ગામની મિશબા અંસારી સાથે થયા હતા. મિશ્બાના હાથમાંથી મહેંદી નીકળે તે પહેલાં જ તેનું ઘર બરબાદ થઈ ગયું હતું. રડી રડી તેની હાલત ખુબજ ખરાબ થય છે. ખાદિમ એક બહેન અને ત્રણ ભાઈઓમાં ત્રીજા નંબરનો હતો. તે ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

રફીકે તેની પત્ની અને પુત્રી ગુમાવી

રોડ અકસ્માતે રફીકના પરિવારને સૌથી વધુ આઘાત આપ્યો છે. તેમની પત્ની અને પુત્રીનું મૃત્યુ થયું તો પરિવારના અન્ય સભ્યોની હાલત નાજુક છે. પુત્ર ભુરા કુરેશી અને તેના ત્રણ મહિનાના પુત્ર સૈજની હાલત ચિંતાજનક છે. જ્યારે હાલત નાજુક બનતા તેને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. અન્ય ઘાયલોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *