આજકાલ હત્યાના કીસ્સામાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચીખલી નજીક થાલા ગામની હદમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવતા ચીખલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન ખૂલ્યું કે, મૃતક મહિલાની ગળુ દબાવીને હત્યા તેના પ્રેમી દ્વારા જ કરવામાં આવી હતી. આડા સબંધના વહેમમાં પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી પ્રેમિકાની ગળું દબાવીને પ્રેમીએ હત્યા કરી છે. જેથી ચીખલી પોલીસ દ્વારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ચીખલી નજીક સમરોલી તબુકલી માતાના મંદિર પાસે રહેતી શિલા નગીન હળપતિ નામની મહિલાની લાશ સોમવારે મોડી સાંજે થાલા ગામની હદમાં આવેલ એક શોરૂમના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કાદવ કીચડમાં પડેલી હાલતમાં મળી હતી. આ ઘટનાની તાપસ ચીખલીના પીઆઈ એ.આર.વાળા દ્વારા કરવામાં આવી હોવનું જાણવા મળ્યું છે.
મૃતક શિલાની હત્યા તેના પ્રેમી અર્જુન રીતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, અર્જુન પટેલે ગળુ દબાવીને પ્રેમિકા શિલાની હત્યા કરી હતી. હત્યારા પ્રેમીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યુ હતુ કે, તેની પ્રેમિકા શિલા હળપતિ છેલ્લા ઘણા સમયથી તેની સાથે લિવ ઈનમાં રહેતી હતી. પરંતુ, શિલાને અન્ય કોઈક સાથે પ્રેમ સંબંધ હોવાની તેને શંકા હતી.
સતત શંકાને કારણે અર્જુન અને શિલા વચ્ચે વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. આ દરમિયાન 21 જૂનના રોજ બપોરના સમયે અર્જુન તેની પ્રેમિકા શિલાને લઈને થાલા ગામની હદમાં ગયો હતો. જ્યાં બંન્નેએ દેશી દારૂનુ સેવન પણ કર્યું હતું. નાસ્તો કર્યા બાદ અર્જુને શિલાનુ દબાવી દઈ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.