સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો(LPG cylinder prices reduced) કર્યો છે. ઓઇલ કંપનીઓ(Oil companies)એ 1 નવેમ્બર, 2022ના રોજ રિલીઝ થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial gas cylinder)ની કિંમતમાં રૂ. 115નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જોકે, 6 જુલાઈ, 2022થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જેમ તમે જાણો છો, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને આજે પણ આ સમીક્ષા પછી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1 નવેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તો થયો છે. નવી કિંમત 19 કિગ્રા વજનવાળા સિલિન્ડર પર લાગુ થશે, જ્યારે 14.2 કિગ્રાના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે.
સતત પાંચમા મહિને ઘટાડો:
સરકારી ઓઈલ કંપનીઓ જુલાઈથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે અને આ સતત પાંચમો મહિનો છે જ્યારે તેના દરમાં ઘટાડો થયો છે. તાજેતરના ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 1,744 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડર મુંબઈમાં 1,696 રૂપિયા, કોલકાતામાં 1,846 રૂપિયા અને ચેન્નાઈમાં 1,893 રૂપિયા પર પહોંચી ગયો છે.
પાંચ મહિનામાં LPG સિલિન્ડર 257 રૂપિયા સસ્તું:
અગાઉ, સરકારી ઓઇલ કંપનીઓએ જુલાઇમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં રૂ. 8.50, ઓગસ્ટમાં રૂ. 36, સપ્ટેમ્બરમાં રૂ. 91.50 અને ઓક્ટોબરમાં રૂ. 25.50નો ઘટાડો કર્યો હતો. આ રીતે, છેલ્લા પાંચ મહિનાની આ સૌથી મોટી કપાત પણ છે. ઓઈલ કંપનીઓએ છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 257 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. તેનાથી રેસ્ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્તું થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.