ગૃહિણીઓ માટે આવ્યા રાહતના સમાચાર- રાંધણગેસની બોટલ થઇ આટલી સસ્તી

ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ સપ્ટેમ્બર મહિનામાં ગેસની કિંમતો જાહેર કરી છે, આ મહિનામાં તેલ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબસીડી વગરનાં ગેસ સિલિન્ડરોની કિંમતમાં કોઇ ફરફાર કર્યો નથી, ઓગસ્ટ મહિનાની  જેમ સબસીડી વગરનાં સિલિન્ડરની  કિંમત 594 રૂપિયાયે સ્થિર છે અન્ય શહેરોમાં પણ સિલિન્ડરની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી, જો કે કોમર્શિયલ સિલિન્ડરોનાં ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઓગસ્ટની જેમ સપ્ટેમ્બરમાં પણ કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી, દેશની રાજધાની દિલ્હીમાં સબસીડી વગરનાં સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે, અન્ય શહેરોમાં પણ રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કરાયો નથી, મુંબઇમાં સબસીડી વગરનાં ગેસ સિલિન્ડર 594 રૂપિયા છે, જો કે ચેન્નઇમાં 610 રૂપિયા અને કોલકાત્તામાં 620.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

જુલાઇ મહિના બાદ રસોઇ ગેસની કિંમતમાં કોઇ પણ પ્રકારનો વધારો કરાયો નથી, જુલાઇ મહિનામાં 14 કિલોગ્રામવાળા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 4 રૂપિયા સુધી વધારવામાં આવી હતી.

19 કિલોગ્રામનાં સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે,  IOCની વેબસાઇટ મુજબ દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 2 રૂપિયા ઘટી છે, હવે આ સિલિન્ડરમાં નવો ભાવ 1133.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે, મુંબઇમાં 2 રૂપિયા ઘટીને  1,196.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર નવી કિંમત થઇ ગઇ છે, 19 કિલોગ્રામવાળા સિલિન્ડર ધંધામાં વપરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *