બજેટ પહેલા જ ગૃહિણીઓ માટે સારા સમાચાર – LPG ગેસ સીલીન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ

LPG ગેસ સીલીન્ડર(LPG gas cylinder): બજેટ 2022(Budget 2022) પહેલા એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. દેશની મોટી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી ઈન્ડિયન ઓઈલ કંપની(Indian Oil Company) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરનો નવો દર 1907 રૂપિયા થઈ ગયો છે.

જોકે, 1 ફેબ્રુઆરીના(February 1) બજેટના દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કિંમતો કોઈપણ ફેરફાર વિના રૂ. 899.5 પર યથાવત છે. નવી કિંમતો 1 ફેબ્રુઆરી 2022થી અમલમાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને એટલે કે કોમર્શિયલ ગેસની કિંમતમાં 102.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોંધપાત્ર રીતે, હોટલ અને રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે કિંમતોમાં ઘટાડો કર્યા પછી, તમારું ખાવા-પીવાનું બહારનું સસ્તું થઈ જશે.

દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત 926 રૂપિયા, મુંબઈમાં 899.50 રૂપિયા છે. ચેન્નાઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત હવે 915.50 રૂપિયા છે.

19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ
દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 91.5 રૂપિયા ઘટીને 1,907 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 89 રૂપિયા ઘટીને 1987 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2076 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસ રૂ.1857 થયો હતો. પહેલા તેની કિંમત 1948.5 રૂપિયા હતી.

આ રીતે ચેક કરો એલપીજીની કિંમત
એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *