રસોઈ ગેસ સિલેન્ડર એકવાર ફરી થયો મોંઘો, ઝીંકાયો આટલાનો તોતિંગ વધારો- જાણો નવો ભાવ

LPG Gas Price Hike: આજથી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે અને 1 ઓગસ્ટ, 2024ના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધતા મોંઘવારીનો આંચકો લાગ્યો છે. આ વખતે પણ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાયા છે, જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ(LPG Gas Price Hike) આ વખતે પણ યથાવત છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1લી ગુરુવારથી 8.50 રૂપિયા મોંઘો થયો છે.

આ ગ્રાહકોને આજે આંચકો લાગશે
સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 8-9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજથી તમારા શહેરમાં આ કિંમતો
તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 1,646 રૂપિયા થઈ ગઈ હતી. એ જ રીતે, આજથી કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,764.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈના લોકોએ હવે આ મોટા સિલિન્ડર માટે 1,605 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,817 રૂપિયા હશે.

સતત 4 મહિના કિંમતમાં ઘટાડો થયો હતો
અગાઉ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સતત ચાર મહિના સુધી ઘટાડવામાં આવી રહી હતી. ગયા મહિને એટલે કે 1 જુલાઈથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

જૂનમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.