હવે ચુલા પર રાંધવાનું શરુ કરી દો! રાંધણ ગેસના ભાવમાં એકસાથે 250 રૂપિયાનો વધારો

LPG gas price hike: એપ્રિલના પ્રથમ દિવસે જ ગ્રાહકોને મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે. રાંધણ ગેસ(LPG cylinder)ની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ…

LPG gas price hike: એપ્રિલના પ્રથમ દિવસે જ ગ્રાહકોને મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે. રાંધણ ગેસ(LPG cylinder)ની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર(Commercial cylinder)માં કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર હવે 2253 રૂપિયાનો થઈ ગયો છે. જોકે ઘરેલુ LPGની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 10 દિવસ પહેલા તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતને કારણે હવે બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે.

દિલ્લીમાં 19 કિલોનો કોમર્શીયલ ગેસ સિલિન્ડર એક માર્ચના રોજ 2012 રૂપિયામાં રીફીલ થતો હતો. ત્યારે 22 માર્ચના રોજ તેની કિંમત ઘટીને 2003 રૂપિયા થઇ ગઈ હતી. પરંતુ આજે ફરી તેમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે તેને દિલ્હીમાં રિફિલ કરાવવા માટે 2253 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે મુંબઈમાં હવે તે 1955 રૂપિયાને બદલે 2205 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત 2,087 રૂપિયાથી વધીને 2351 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં હવે તેની કિંમત 2,138 રૂપિયાને બદલે 2,406 રૂપિયા થશે. છેલ્લા બે મહિનામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 346 રૂપિયાનો વધારો થયો છે. 1 માર્ચે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે 22 માર્ચે તે 9 રૂપિયા સસ્તો થયો હતો.

CNG-PNG પણ થઈ શકે છે મોંઘુ:
દરમિયાન, વૈશ્વિક ઇંધણના ભાવમાં વધારા વચ્ચે સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કર્યો છે. નવી કિંમત 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2022 સુધી લાગુ રહેશે. ONGC અને ઓઈલ ઈન્ડિયાના નિયમિત ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસની કિંમત હાલના $2.90 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને $6.10 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ કરવામાં આવી છે.

પેટ્રોલ અને ડીઝલમાં કોઈ ફેરફાર નથી:
દરમિયાન આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ તેમની કિંમત 10 દિવસમાં નવ વખત વધારવામાં આવી હતી. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.81 રૂપિયા અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા 22 માર્ચથી શરૂ થઈ હતી. આ દરમિયાન તેઓ 24 માર્ચ સિવાય દરરોજ ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 31 માર્ચ સુધી નવ વખત 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *