હવે તો ખમૈયા કરો! રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવો ભાવ

LPG gas cylinder price hike: દેશની સામાન્ય જનતા પર મોંઘવારીનો માર યથાવત છે. ફરી એકવાર સામાન્ય માણસના ખિસ્સા પર ફટકો પડ્યો છે. ફરી એકવાર ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર(LPG gas cylinder)ની કિંમતમાં વધારો થયો છે. હવે દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 1000 રૂપિયાને પાર કરી ગયો છે. તે જ સમયે, ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર સિવાય, કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ ગયા છે.

રિપોર્ટ્સ અનુસાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે. જે બાદ દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનો આંકડો 1000ને પાર કરી ગયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયા બાદ, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, ગુજરાતમાં 1008 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નાઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે.

સામાન્ય માણસે ઉંચી કિંમત ચૂકવવી પડશે. જણાવી દઈએ કે હાલમાં સામાન્ય માણસ મોંઘવારીના મોરચે ખાદ્ય ચીજવસ્તુઓ, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી ઝઝૂમી રહ્યો છે અને હવે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડી શકે છે.

બીજી તરફ ઘરેલુ એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ 8 રૂપિયા મોંઘું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા થશે.

નોંધનીય છે કે આ પહેલા 7 મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. તે જ સમયે, અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *