ઘરેલુ LPG સિલેન્ડરની કિંમતમાં થયો એક સાથે 50 રૂપિયાનો વધારો- જાણો ક્યાં પહોચ્યો ગેસનો બાટલો?

ફરી એક વખત સામાન્ય જનતા પર મોંઘવારી(Inflation)નો માર ફરી વળ્યો છે. 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. તેમની કિંમતમાં પ્રતિ સિલિન્ડરે 50…

ફરી એક વખત સામાન્ય જનતા પર મોંઘવારી(Inflation)નો માર ફરી વળ્યો છે. 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. તેમની કિંમતમાં પ્રતિ સિલિન્ડરે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર(LPG cylinder) 1053 રૂપિયામાં મળશે. 14.2 કિલોના સિલિન્ડરની સાથે 5 કિલોના નાના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા મે મહિનામાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિ સિલિન્ડરની કિંમત 999 રૂપિયા થઈ ગઈ હતી.

ઘરેલુ સિલિન્ડરનો ભાવ જાણો:
દિલ્હીમાં પ્રતિ સિલિન્ડરનો ભાવ 1053, મુંબઈ પ્રતિ સિલિન્ડરનો ભાવ 1053, કોલકાતા પ્રતિ સિલિન્ડરનો ભાવ 1079, ચેન્નઈ પ્રતિ સિલિન્ડરનો ભાવ 1069, લખનઉ પ્રતિ સિલિન્ડરનો ભાવ 1091, જયપુર પ્રતિ સિલિન્ડરનો ભાવ 1057, પટના પ્રતિ સિલિન્ડરનો ભાવ 1143, ઈન્દોર પ્રતિ સિલિન્ડરનો ભાવ 1081, અમદાવાદ પ્રતિ સિલિન્ડરનો ભાવ 1060, પુણે પ્રતિ સિલિન્ડરનો ભાવ 1056, ગોરખપુર પ્રતિ સિલિન્ડરનો ભાવ 1062, ભોપાલ પ્રતિ સિલિન્ડરનો ભાવ 1059 અને આગ્રા પ્રતિ સિલિન્ડરનો ભાવ 1016 પહોંચી ગયો છે.

બીજી તરફ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં 8.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, આ રાહત વધારે પડતી નથી.

થોડા દિવસો પહેલા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જે મોટી રાહત હતી. આ નિર્ણય બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2021 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ હવે 8.50 રૂપિયાના વધુ ઘટાડા સાથે કિંમત 2012 રૂપિયાની નજીક આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *