સમગ્ર ભારત દેશમાં આવતી કાલ એટલે કે 1 નવેમ્બરથી ઘણા નિયમો બદલાવવા જઇ રહ્યા છે તેમાંનાં ઘણા નિયમ એવા પણ બદલાય છે જેની સીધી અસર સાધારણ વ્યક્તિનાં ખિસ્સા પર પડવાની છે. જેથી આજ રોજ અમે તમને તેનાંથી જોડાયેલી જાણકારીઓ આપવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઇએ કે, કાલ એટલે કે રવિવાર રોજથી રાંધણ ગેસનાં સિલિન્ડરથી માંડીને ટ્રેનનાં ટાઇમ ટેબલ સુધી બધી વસ્તુ બદલાઇ જશે. તો ચાલો જાણીએ આ નિયમો વિશે….
1. LPG ડિલિવરીનો નિયમ બદલાશે…
LPG સિલિન્ડરનાં ડિલીવરીનાં નિયમો કાલથી બદલાશે. ઓઇલ કંપનીઓ કાલથી ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC)ની સિસ્ટમ લાગુ કરશે. એટલે કે, ગેસનાં ડિલિવરી અગાઉ ગ્રાહકનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે. જ્યારે ગેસ સિલિન્ડર તમારા ઘરે આવે છે, તે સમયે તે OTP ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે જ્યારે OTP સિસ્ટમ મેચ થાય છે, ત્યારે જ માત્ર ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
2. ઇન્ડેન ગેસ દ્વારા બુકિંગનો નંબર બદલાયો…
જો તમે ઇન્ડેનનાં ગ્રાહક છો, તો હવે પછી, તમે જૂના નંબર ઉપર ગેસ બુક નહીં કરી શકો. ઈન્ડેને તેનાં LPG ગ્રાહકોને તેમનાં નોંધાયેલા મોબાઈલ નંબર ઉપર ગેસ બુક કરવા માટે એક નવો નંબર મોકલવામાં આવ્યો છે. હવે પછી ઈન્ડેન ગેસનાં ગ્રાહકોએ LPG સિલિન્ડર બુક કરવા માટે 7718955555 ઉપર ફોન કે SMS મોકલવો પડશે.
3. ગેસ સિલિન્ડરની કિંમત બદલાશે…
રાજ્યની ઓઇલ કંપનીઓ પ્રતિ મહિને 1 તારીખે LPG સિલિન્ડરની કિંમત નક્કી કરી શકે. ભાવમાં વધારો પણ થઈ શકે છે તેમજ રાહત પણ મળી શકે છે. આવી પરિસ્થિતિમાં એક નવેમ્બરનાં દિવસે સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકાય છે. ઓક્ટોબરમાં ઓઇલ કંપનીઓએ વ્યાપારી સિલિન્ડરોની કિંમતમાં વધારો કર્યો.
4. ટ્રેનનું ટાઇમ ટેબલ પણ બદલાશે
કાલથી, ભારતની રેલ્વે સમગ્ર દેશની ટ્રેનોનાં ટાઇમ ટેબલમાં બદલાવ થવા જી રહ્યો છે. કાલથી ટ્રેનોનું નવું ટાઇમ ટેબલ બહાર પાડવામાં આવશે. આ પગલાથી 13000 મુસાફરો તેમજ 7000 માલભાડા ટ્રેનોનો સમય બદલાશે. કાલથી ભારત દેશની 30 રાજધાની ટ્રેનોનાં સમય પત્રક પણ બદલાશે. ત્યારે તેજસ એક્સપ્રેસ, ચંદીગઢથી નવી દિલ્હી વચ્ચે દોડશે, કાલથી દર બુધવારે ઉપાડવામાં આવશે.
5. એસબીઆઈ બચત ખાતા પર ઓછું વ્યાજ
કાલથી SBIનાં ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં પરિવર્તન આવશે. SBIનાં બચત ખાતાઓને ઓછું વ્યાજ મળશે. હવે કાલથી બચત બેંક ખાતા પરનાં વ્યાજનો દર જે 1 લાખ રૂપિયા સુધી જમા થતો હતો તે 0.25 %થી ઘટાડીને 3.25 % જેટલો કરવામાં આવશે. જ્યારે 1 લાખ રૂપિયાથી વધારાની ડિપોઝિટ પર હવે પછી રેપો રેટ મુજબ વ્યાજ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle