હાલ દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા, વ્યાજના દરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ, આવા કપરા સમયે તમારી પાસે સૌથી વધુ વ્યાજ દર મેળવવાની એક સારી તક ઉભી છે. ખરેખર તો આજથી એલ એન્ડ ટી ફાઇનાન્સ નોન-કન્વર્ટિબલ ડિબેંચર્સ (NCD) રજૂ કરી રહ્યું છે, જેમાં તમારી પાસે 8.65% સુધી વ્યાજ મેળવવાની તક છે.
એલ એન્ડ ટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સની પેટાકંપની છે જે સુરક્ષિત રિડિમેબલ NCD લાવી છે. એટલે સામાન્ય લોકો માટે આજથી એટલે કે 16 ડિસેમ્બરથી ખુલવામાં આવ્યો છે, જેના માટે છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2019 છે. જો કે, રોકાણકારોને આ સમય પહેલા તેને બંધ અથવા વિસ્તૃત કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. આ માટેની એકમાત્ર શરત એ છે કે પહેલી ટ્રંક છેલ્લી તારીખ પહેલાં સબ્સ્ક્રાઇબ કરી દેવામાં આવે.
આ NCD ઓફર હેઠળ રોકાણકારોને ચાર જુદી-જુદી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ કેટેગરી સંસ્થાકીય રોકાણકારો માટે રાખવામાં આવી છે.અને બીજી કેટેગરી બિન-સંસ્થાકીય રોકાણકારો માટે રાખવામાં આવી છે. જયારે ત્રીજી કેટેગરીમાં ઉચ્ચ નેટવર્થવાળા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે, છેલ્લી કેટેગરીમાં રિટેલ વ્યક્તિગત રોકાણકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છૂટક રોકાણકાર માટેની સુવિધાઓ, વ્યાજ દર અને અન્ય સુવિધાઓનો નિર્ણય ચોથા વર્ગના આધારે નક્કી કરવામાં આવશે.
આ NCDની 6 જુદી જુદી સીરીઝ છે, જે અંતર્ગત વિવિધ નિયત સમયગાળા અને વ્યાજ જમા કરવાની અવધિ પણ અલગ અલગ હશે. રોકાણકારો 36, 60 અને 84 મહિનાનો સમયગાળો પસંદ કરી શકે છે. વાર્ષિક, માસિક અને મેચ્યોરિટી પર વ્યાજ ચૂકવવાનો વિકલ્પ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. છૂટક રોકાણકારો માટે કૂપન રેટ 8.45 ટકાથી 8.65 ટકા સુધી રાખવામાં આવ્યો છે.
પરિપક્વતા પર વ્યાજ લેવાનો વિકલ્પ ફક્ત 36 મહિનાથી વધુના સમયગાળાની NCD પર છે, જેમાં 1000 રૂપિયાથી વધુનું રોકાણ કરવું પડશે. 8.65 ના દરે આ રકમ વ્યાજ પ્રમાણે 1275.81 રૂપિયા થઇ જશે. જો કોઈ મેચ્યોરિટી પહેલા NCDને રિડીમ કરવા માંગે છે, તો તે સ્ટોક એક્સચેંજમાં ટ્રેડ કરી શકાય છે.
એક વિકલ્પ, બેન્કો દ્વારા આપવામાં આવતી ફિક્સડ ડિપોઝીટ છે. હાલમાં SBI 1 વર્ષથી 10 વર્ષ સુધીની FD પર 6.25 ટકા વ્યાજ ચૂકવે છે. તો, ICICI બેંક 6.2 ટકાથી 6.40 ટકા સુધીનું વ્યાજ એફડી પર ચૂકવે છે. એક્સિસ બેન્ક આ FD પર 6.4 ટકાથી 6.7 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે. જો તમે પોસ્ટ ઓફિસ યોજનાની વાત કરો તો 5 વર્ષ માટે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર પર 7.9 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 7.6 ટકાના દરે વ્યાજ મેળવવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.