કળિયુગનો શ્રવણ: મા-બાપને રિક્ષામાં બેસાડી 500 કિલોમીટરની મુસાફરીએ નીકળ્યો 11 વર્ષનો બાળક

Lockdown માં દેશભરમાં પલાયન કરી રહેલા પ્રવાસી મજૂરોની રઝળતી તસવીરો જોવા મળી રહી છે. એવામાં જ એક એવી તસવીર જોવા મળી છે જેને જોઈને ગર્વ…

Lockdown માં દેશભરમાં પલાયન કરી રહેલા પ્રવાસી મજૂરોની રઝળતી તસવીરો જોવા મળી રહી છે. એવામાં જ એક એવી તસવીર જોવા મળી છે જેને જોઈને ગર્વ થશે.જી હા યુપીના વારાણસી થી બિહાર માટે રિક્ષા પર પોતાના માતા-પિતાને બેસાડી 11 વર્ષના બાળક નો વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોના શરૂઆતમાં જોઇ શકાય છે કે કારમાં સવાર કેટલાક લોકોની નજર એક બાળક પર પડી છે જે પોતાના મા-બાપને રિક્ષા પર બેસાડી લઈ જઈ રહ્યો છે.વીડિયોમાં આ બાળક રીક્ષા ચલાવતો નજર આવી રહ્યો છે. ત્યારબાદ લોકો ગાડીમાંથી ઉતરી બાળક સાથે વાતચીત કરે છે અને તેનું નામ પૂછે છે.

વીડિયોમાં બાળક પોતાનું નામ તવારે આલમ જણાવે છે. જેનાબાદ વિડિયો ઉતારતા લોકો તેની ઉંમર પૂછે છે તો તે પોતાની ઉંમર ૧૧ વર્ષ જણાવે છે. એટલું જ નહીં તે લોકો બાળક ની તુલના આજના શ્રવણ કુમાર સાથે કરે છે. બાળકે જણાવ્યું કે તે બધા વારાણસીમાં રહીને મહેનત મજુરીનું કામ કરે છે.

બાળકે આગળ જણાવ્યું કે હવે તે માતા-પિતા ને લઈને બિહાર માટે રિક્ષા દ્વારા જ નીકળી પડ્યો છે. એ પોતાના માતા ની મદદ કરી રહ્યો છે. તેને પૂછવામાં આવે છે કે ત્યાં ખાવા પીવાની સુવિધા ન હતી કે શું? તો તે જણાવે છે કે નહીં ત્યાં સુવિધા ન હતી એટલા માટે અમે બધા ઘરે જઈ રહ્યા છીએ. વીડિયો બનાવનાર એ બાળકની મદદ કરવા માટે તેને ૫૦૦ રૂપિયા પણ આપ્યા અને તેની હિંમત વધારી તેને શાબાશી પણ આપે છે.

વીડિયો બનાવનાર વ્યક્તિએ આખા વીડિયોને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. ત્યાર બાદ ઝડપથી વિડીયો વાયરલ થવા લાગ્યો. જેનાબાદ લોકો આ બાળક ની તુલના કળિયુગના શ્રવણકુમાર તરીકે કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *