સુંદરતા બની પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થવાનું કારણ: આ ખેલાડીની ખુબસુરતી જોઈને તમે પણ થઈ જશો ઘાયલ

Luana Alonso Paris Olympics 2024: ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચાલી રહેલી સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ સમર ઓલિમ્પિક્સ 2024માંથી દરરોજ ઘણા રસપ્રદ અને ક્યારેક વિચિત્ર સમાચારો બહાર આવતા રહે છે. નવીનતમ સમાચાર સ્વિમિંગ વિશ્વના છે. અહેવાલો અનુસાર, પેરાગ્વેની 20 વર્ષીય સ્વિમર લુઆના એલોન્સોને ઓલિમ્પિક વિલેજમાં માત્ર તેનો રૂમ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું ન હતું, પરંતુ તેને ઘરે પણ મોકલવામાં આવી હતી. પેરાગ્વેની સ્વિમર Luana Alonsoને ખરાબ વર્તનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી(Luana Alonso Paris Olympics 2024) ઘરે મોકલી દેવામાં આવી હતી. જેના બાદ તેમણે સ્વિમિંગમાંથી રિટાયમેન્ટ પણ લઈ લીધુ. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. જે કારણ સામે આવ્યું છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો.

એક રિપોર્ટ અનુસાર, લુઆના એલોન્સોને પરત મોકલી દેવામાં આવી છે કારણ કે તે ખૂબ જ સુંદર છે. હા, આ જ કારણ છે. અહેવાલ છે કે ઘણા અધિકારીઓ માનતા હતા અને ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે એથ્લેટની સુંદરતા વિચલિત કરે છે. લુઆનાની વધારે પડતી સુંદરતા ટીમના બાકી ખોલાડીઓને બેધ્યાન કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Luana Alonso (@luanalonsom)

અધિકારીઓને લાગ્યું કે હવે તેના માટે સ્પોર્ટ્સ વિલેજ (જ્યાં રમતવીરો રહે છે)માં રહેવું યોગ્ય નથી તેથી તેને ઘરે પરત મોકલી દેવામાં આવે. એક રિપોર્ટ અનુસાર લુઆનાએ પોતાની સુંદરતાના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ઘણા લોકોનું દિલ જીતી લીધુ હતું  લુઆના ઘરે ગઈ પરંતુ હવે આ સમાચાર પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Luana Alonso (@luanalonsom)

લુઆનાએ નિવૃત્તિ જાહેર કરી
બીજી તરફ પેરાગ્વે પાછા ફર્યા બાદ લુઆનાએ સ્વિમિંગમાંથી સંન્યાની જાહેરાત કરી નાખી અને બધાને ચોંકાવી દીધી. જોકે આગળ તેમનો શું પ્લાન છે એ વાતનો કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. તેણે આ નિર્ણય ત્યારે જ લીધો હતો જ્યારે તે ફાઈનલમાં પહોંચતા પહેલા જ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. 11 ઓગસ્ટે પેરિસ રમતની ઓફિશ્યલ ક્લોઝિંગ થવાની છે. પરંતુ લુઆનાને કથિત રીતે ઓલિમ્પિક વિલેજની અંદર પોતાનું આવાસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને અલોંસોને પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. આ અંગે તેમના રાષ્ટ્રીય ટીમ મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેમની ઉપસ્થિતિથી પેરાગ્વેની તેમની આખી ટીમ પર ખોટો પ્રભાવ પડી રહ્યો હતો. જો કે આ સંપૂર્ણ ઘટના પર લુઆનાએ પોતે કોઈ ટિપ્પણી કરી નથી.