ગઈ કાલે મંગળવારના રોજ ઉત્તરપ્રદેશના જુદા જુદા જીલ્લામાં ભારે વરસાદ પડ્યો અને સાથે સાથે વીજળીનો પ્રકોપ પણ હતો. ઉત્તરપ્રદેશના ઘણા જીલ્લામાં ભારે વરસાદને કારણે પુર પણ આવ્યા છે. આ કોરોના મહામારીમાં ભારે વરસાદ, પુર અને વીજળીના પ્રકોપને કારણે ઉત્તરપ્રદેશના જુદા જુદા જીલ્લામાં લોકોને ઘણું મોટું નુકશાન થયું છે.
મંગળવારે એટલે કે ગઈ કાલના રોજ વીજળીના પ્રહારને કારણે ઉત્તરપ્રદેશના જુદા જુદા જિલ્લાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કુદરતી આફતની આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકના પરિવારને રૂ. 4 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.
વીજળી પડવાના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ્સને દરેક પીડિત પરિવારને 4 લાખની સહાય આપવા અને સરકારી યોજનાઓ દ્વારા તેમને મદદ કરવા સુચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, 15 સપ્ટેમ્બર, મંગળવારે રાજ્યના 6 જિલ્લામાં વીજળી પડવાના કારણે 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગઈકાલ સુધીમાં લખીમપુર ખેરી, સીતાપુર અને આઝમગ ના કુલ 28 ગામ પૂરથી પ્રભાવિત છે. ભારે વરસાદ, પૂર અને કુદરતી આફતોના કચરા વચ્ચે ગઈકાલે ઘણા વિસ્તારોમાં આકાશી વીજળી પડવાની ઘટનાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en