ઉતરપ્રદેશ(Uttar Pradesh): બહરાઈચ(Bahraich)માં નશામાં ધૂત એક મહિલા(Drunk woman)નો હંગામો મચાવતો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો(Viral videos)માં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નશાની હાલતમાં હંગામો મચાવનાર મહિલા અધિકારી(Female officer) છે. જેમની હાલમાં પોસ્ટીંગ ગોંડા જિલ્લામાં છે. પોલીસે મેડિકલ કરાવ્યા બાદ મહિલા અધિકારીને તેના પતિને સોંપી દીધી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ગોંડા જિલ્લામાં પોસ્ટ કરાયેલી એક મહિલા અધિકારીનો જણાવવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે, આ વીડિયો ગત 27 એપ્રિલનો છે. તે દિવસે મહિલા અધિકારીઓ પોતાની કારમાં લખનૌથી ગોંડા આવી રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે સમયે તે એકદમ નશામાં હતી. નશામાં હોવાથી તે ગોંડા તરફ જવાને બદલે બહરાઈચ તરફ ગઈ અને બાદમાં ડિવાઈડર સાથે કાર અથડાઈ ગઈ હતી.
ઘટના અંગે જરવાલરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એવું ચર્ચાઈ રહ્યું છે કે જ્યારે મહિલા પોલીસકર્મીઓ તેમને નશામાં વાહન ન ચલાવવાનું કહેતી હતી, ત્યારે તેઓ પોતાની પોઝિશન બતાવતા હતા. લગભગ કલાકો સુધી ચર્ચા ચાલી. વાયરલ વીડિયોમાં એક મહિલા કોન્સ્ટેબલ નશામાં ધૂત મહિલા અધિકારીને વાહનની પાછળની સીટ પર બેસાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ મહિલા અધિકારી વારંવાર બહાર નીકળી રહી છે અને ડ્રાઇવિંગ સીટ પર બેસવાનો પ્રયાસ કરી રહી છે.
વીડિયોમાં મહિલા પોતાને ડિવિઝનલ લેવલની ઓફિસર ગણાવી રહી છે અને કમિશનર સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. વિવાદ વધતો જોઈને પોલીસે મહિલા અધિકારીના પતિને જાણ કરી. જારવાલરોડ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ સિંહે જણાવ્યું કે, નશામાં ધૂત મહિલા અધિકારીને મેડિકલ તપાસ બાદ તેના પતિને સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.