ઈરફાન ખાને કરોડો ચાહકો અને દુનિયાને કરી અલવિદા- કોલન ઇન્ફેકશનથી થયું અવસાન

બોલીવુડ અને હોલીવુડ અભિનેતા ઇરફાન ખાનને કોલન ચેપને કારણે મંગળવારે સાંજે મુંબઇની કોકિલાબેન હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મળતી માહિતી અનુસાર…

બોલીવુડ અને હોલીવુડ અભિનેતા ઇરફાન ખાનને કોલન ચેપને કારણે મંગળવારે સાંજે મુંબઇની કોકિલાબેન હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મળતી માહિતી અનુસાર તેનું નિધન થઇ ગયું છે.

પ્રખ્યાત બોલિવૂડ અને હોલીવુડ અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે, 29 એપ્રિલના રોજ મુંબઇમાં નિધન થયું હતું. 54 વર્ષીય અભિનેતાને મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ડોક્ટર્સ ના નિરીક્ષણ હેઠળ આઈસીયુમાં હતા.

ઇરફાન ખાને 1988 માં મીરા નાયરની સલામ બોમ્બેથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પાછળથી, તેણે ઘણી ફિલ્મો કરી પણ મકબુલ, લાઇફ ઇન એ મેટ્રો અને પાનસિંહ તોમર જેવી ફિલ્મોથી તેઓ નજરે પડ્યા. તે સ્લમડોગ મિલિયોનેર, એ માઇટી હાર્ટ, જુરાસિક વર્લ્ડ અને ધ અમેઝિંગ સ્પાઈડર મેન જેવી ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મો સાથે પણ સંકળાયેલ છે. તેમણે એંગ લીની લાઇફ ઓફ પાઈ માં પણ કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *