મુસાફરોથી ખીચોખીચ ભરેલ બસને વડોદરા નજીક નડ્યો ભયંકર માર્ગ અકસ્માત- નીકળી ગયો કચ્ચરઘાણ, જુઓ live દ્રશ્યો

વડોદરા (Vadodara) -હાલોલ (Halol) રોડ પર ભણીયારા (Bhaniyara) ગામના પાટીયા નજીક લક્ઝરી બસ (Bus) તથા કન્ટેનર (Container) વચ્ચે ભયંકર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેલરના ચાલક તથા બસના મુસાફરો સહિત 15 લોકોને ખુબ ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આની સાથે જ ફસાયેલા મુસાફરોને ફાયર બ્રિગેડ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.  જેમાં બસના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને ગેસ કટરની મદદ લેવી પડી હતી.

કેટલાક મુસાફરો સીટ પરથી નીચે પડ્યા:
વડોદરા-હાલોલ રોડ પર ભણીયારા ગામ નજીક વડોદરા બાજુ જઈ રહેલ મુસાફરોથી ભરેલ લક્ઝરી બસ ધડાકાભેર ટ્રેલર પાછળ ઘૂસી જતા ગમ્ખાવર અકસ્માત સર્જાયો હતો. અંદાજે 4 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાતા બસમાં સવાર નિંદ્રાધિન મુસાફરોના માથા આગળની સીટમાં ભટકાઈ ગયા હતા.

જયારે કેટલાક મુસાફરો સીટ ઉપરથી નીચે પણ પડી ગયા હતા. આ અકસ્માતને કારણે  મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ધડાકા થતા જ અકસ્માત સર્જાતાની સાથે ભણીયારા ગામ તથા પેટ્રોલ પંપ પર રહેતા કર્મચારીઓ પહોંચી ગયા હતા તેમજ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

15 મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા:
આ દરમિયાન ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા તેમજ બસમાં ફસાયેલા 15 જેટલા મુસાફરોને સહી સલામત રીતે બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આની ઉપરાંત ફાયર બ્રિગેડે આ અકસ્માતમાં લક્ઝરી બસના કેબિનમાં ફસાયેલ ડ્રાઇવર શાહરૂખ કુરેશીને ગેસ કટરનો ઉપયોગ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી:
આ ઘટનામાં ઇજાગ્રસ્તોમાં મનિષ ભગવત ગોસ્વામી(રહે. પ્રતાપગઢ, રાજસ્થાન), સુધાબહેન સુનિલભાઇ શર્મા (રહે, તારોડ, મધ્યપ્રદેશ), લલિતાબહેન રાધેશ્યામ શર્મા(રહે, તારોડ, મધ્યપ્રદેશ), પંકજ ભેરૂમલ જૈન (રહે, રાજસ્થાન), સીરીનબહેન હમજાખાન(રહે, પ્રતાપગઢ, રાજસ્થાન), આપા અર્જુન કાપસે (રહે, રાજસ્થાન), શાહજી જયસીંગ યાદવ(રહે, પ્રતાપગઢ, રાજસ્થાન), ગોપાલ રાજપુત (રહે, રાજસ્થાન) સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *