નૈનીતાલ પર્વતને હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે. અનેક પ્રસિદ્ધ દેવીના મંદિર પર્વતો પર બિરાજમાન છે. ત્યારે આજે અમે એ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનો ભગવાન શિવ અને મા પાર્વતી થી ખાસ સંબંધ છે. નવરાત્રીના તહેવારમાં શક્તિના અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નૈનીતાલ ના પથ્થર મંદિરમાં તમને ભગવતી ના તમામ સ્વરૂપો જોવા મળે છે. લોકોને પણ માતા પ્રત્યેની ખૂબ જ ઊંડી શ્રદ્ધા પણ છે. માનવામાં આવે છે કે ભગવતી ના તમામ સ્વરૂપો ખડક ઉપર કુદરતી રીતે ઉભરી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માં ભગવતી ના પગ નૈની તળાવમાં છે.
પથ્થર ના વિવિધ ભાગો પર લોકોને દેવીના સ્વરૂપનું નજરે જોવા મળે છે.ભકતો નું માનવી છે કે માતા ભગવતી હંમેશા તેમની પ્રાર્થના સાંભળે છે.અહી આ મંદિર ક્યારે બનાવવામાં આવ્યું તેનો પુરાવો મેળવવો મુશ્કેલ છે. એવું કહેવામાં આવે છે કે નૈનીજીલની ઉત્પત્તિના સમયથી, પથ્થર દેવીનું મંદિર આ સ્થાન પર છે અને ત્યારથી ભગવતી ના 9 અવતારોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિના તહેવાર મા તથા દર 10 દિવસે માતાના શંખ નું પાણી લોકોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે જેનાથી સોજો અને સફેદ ડાઘ જેવા રોગોથી રાહત મળે તેવી લોકોની માન્યતા છે. એવું પણ માનવામાં આવે છે કે મા દુર્ગાનો આ અવતારનો અડધો ભાગ ઉપર અને અડધો ભાગ તળાવ મા છે.આજ કારણ છે કે માતાને કપડા તરીકે સિંદૂર ચડાવવાની અહીંની પરંપરા છે. ભક્તિમાં જ શક્તિ છે અને આ મંદિરમાં લોકોની શ્રદ્ધા આ વાતને પૂરી કરે છે. જો નવરાત્રી હોય તો અહીં ભક્તો શ્રદ્ધાથી આવે છે અને માતાજીની પૂજા પણ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.