નવરાત્રીના નવલા નોરતે જગતજનની ખોડલમાતાના ધામમાં સર્જાયો ચમત્કાર- કેમેરામાં કેદ થયો અદભુત નજારો, જુઓ વિડીયો

નવલી નવરાત્રી (Navratri) ની શુભ શરૂઆત થઈ ચુકી એને આજ ત્રીજો દિવસ છે ત્યારે પહેલા નોરતે જ સૌરાષ્ટ્ર (Saurashtra) ના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સાંજના સુમારે વરસાદ (Heavy rain) વરસતાં ખેલૈયાની મજા બગડી ગઈ હતી. આ સમયે લેઉવા પટેલના એકતાના પ્રતીક સમાન ખોડલધામ (Khodaldham)  મંદિર પાસે વીજળી ખોડિયાર માતાના ગરબા રમી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ફક્ત 8 જ સેકન્ડમાં મંદિર પાસે એકસાથે કુલ 10 ગગનભેદી કડાકા થયા હતા કે, જેનાં દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા કે જેને જોતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ખોડલધામમાં માતાજીના સૌપ્રથમ નોરતાની મધરાત્રે મા ખોડલના આંગણે વીજળી જાણે ગરબે ઘૂમી રહી હોય એવો નજારો દેખાયો હતો.

વીજળીના કડાકા-ભડાકાથી મંદિરને કુદરતી રોશનીનો થયો શણગાર:
પહેલા જ નોરતે માતાનાં ચરણોમાં વીજળી સ્પર્શ કરતી હોય એવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ ચમત્કારિક દૃશ્યો કેમેરામાં કેદ થતાં લોકો પણ મોમાં આંગળી નાખી ગયા હતા તેમજ એવી ચર્ચા થઈ હતી કે, માતાના આંગણે વીજળી ગરબે રમવા આવી છે.

પ્રચંડ કડાકા-ભડાકાની સાથે મંદિરની આસપાસ કુદરતી રોશનીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. આવાં દૃશ્યો ખુબ ઝૂઝ જ જોવા મળતાં હોય છે ત્યારે આપને જણાવી દઈએ કે, આની પહેલા પણ ખોડલધામમાં આવો જ એક ચમત્કાર જોવા મળ્યો હતો.

વીરપુરમાં વરસાદથી ગરબા બંધ રહ્યા:
જગત જનની મા જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિના પહેલા નોરતે નાના-મોટાથી લઈને સૌ કોઈ માઈભક્તો માતાજીની ભક્તિમાં લીન થઈ જતા હોય છે. નવરાત્રિમાં સરકારે શેરી ગરબાની પરવાનગીને લઈ ખેલૈયાઓમાં પણ ગરબા ઘૂમવા થનગનાટ જોવા મળ્યો હતો.

જયારે યાત્રાધામ વીરપુરમાં પણ સવારથી જ ભારે ગરમી તેમજ ઉકળાટ પછી રાતે અચાનક હવામાનમાં પલટો આવતાં વરસાદી માહોલ જામી ગયો હતો. જેને લઈ નવલા નોરતાંની પહેલી જ રાતે ભારે વરસાદ પડતાં શેરી ગરબીઓ અને ગરબાના આયોજકો દ્વારા ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *