વડોદરા નજીક સામસામે કાર અથડાતા સર્જાયો જીવલેણ અકસ્માત: એક જ પરિવારના ત્રણ લોકો બન્યા કાળનો કોળીયો

માર્ગ અકસ્માત (Accident) ની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો કે ત્યારે વડોદરા (Vadodara) જિલ્લામાં આવેલ પાદરા (Padra) તાલુકામાં આવેલ વડુ ગામ (Village) માં…

માર્ગ અકસ્માત (Accident) ની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો કે ત્યારે વડોદરા (Vadodara) જિલ્લામાં આવેલ પાદરા (Padra) તાલુકામાં આવેલ વડુ ગામ (Village) માં પરિવારના વડીલના અંતિમ ક્રિયામાં ગયેલ સાવલી તાલુકાનાં ટુંડાવ ગામમાં રહેતા ડોડિયા પરિવારને કારનો અકસ્માત નડ્યો હતો.

જેમાં ડ્રાઇવર સહિત એક જ પરિવારના 3 સભ્યો મોત થયા હતા. જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જેને લીધે ટુંડાવ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ ઘટનાની જાણ વડુ પોલીસને થતા અકસ્માત‌ મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અંતિમક્રિયાનો પ્રસંગ પતાવી પરિવાર ઘરે જતો હતો:
વડોદરા સાવલી તાલુકાનાં ટુંડાવ ગામમાં રહેતા રાબિયાબેન છત્રસિંહ ડોડીયા, ભીખીબેન હિંમતસિંહ ડોડીયા સહિત 7 જેટલા પરિવારજનો મારૂતિ વાનમાં બેસીને વડુમાં રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી અંતિમક્રિયા માટે જઈ રહ્યા હતા.

જયારે તેઓ અંતિમક્રિયાનો પ્રસંગ પતાવીને ડોડિયા પરિવારના જન મારૂતિ વાનમાં ફરીથી પાછા સાવલી ટુંડાવ ગામમાં જવા માટે વડુથી નીકળ્યા ત્યારે આ ગંભીર અકસ્માત અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને લીધે ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

કારે અડફેટે લેતા કાર પલટી મારી ગઇ:
આ દરમિયાન પાદરા તાલુકાનાં મહુવડ નવાપુરા ગામ નજીક કાર ચાલકે ટક્કર મારતા મારૂતિ વાન પલટી મારી ગઇ હતી. આ ઘટનામાં મારૂતિ વાનમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડીયા, ભીખીબેન હિંમતસિંહ ડોડીયા અને વાન ચાલક વિજય સિંહ ડોડીયાને ગંભીર ઇજા પહોંચતા મોતને ભેટ્યા હતા.

જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઇજા થતા પ્રાથમિક સારવાર અર્થે નજીકની સ્થાનિક સરકારી દવાખાનામાં આપ્યા પછી આગળની સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અરેરાટીભર્યા આ અકસ્માતની ઘટનાની જાણ વડુ પોલીસને થતા વડુ પોલીસે કારચાલકની વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *