માં ખોડિયાર નો પ્રાગટ્યદિન: જાણો માતાજી સાથે જોડાયેલી પ્રાગટ્યની ખાસ વાતો

ખોડીયાર માતાજીના પિતાશ્રીનું નામ મામડિયા કે મામૈયા અને માતાશ્રીનું નામ દેવળબા કે મીણબાઈ હતું. ખોડીયાર માતાજી કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓના નામ આ પ્રમાણે છે: આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઇ, સાંસાઈ, જાનબાઇ(ખોડીયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતા. ખોડિયાર માતાનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે સાતમી સદીના મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસને ખોડિયાર જયંતિ તરીકે ઉજવાય છે. આ વર્ષે ખોડિયાર જયંતિ 2 ફેબ્રુઆરી 2020ના રોજ છે.

ખોડિયાર માતાનું જીવન ટૂંકમાં

ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા. તેઓ ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરમાં માનનારા હતા. તેઓ તમામ રીતે સુખી હતા પરંતુ તેમને કોઈ ખોળાનો ખુંદનાર ન હતો. તેનું દુઃખ કાયમ દેવળબાને રહ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા દંપતી ખૂબ ઉદાર, માયાળુ અને પરોપકારી હતા.

તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજાનું રાજ્ય હતું. રાજાને મામડિયા ચારણ સાથે સારી મિત્રતા હતી. પરંતુ કેટલાક ઇર્ષાળુ દરબારી ઓની ઘટના કારણે વલ્લભીપુરના રાજવી શિલાદિત્ય અને મામડિયા ચારણ ની મિત્રતા પૂરી થઈ ગઈ. દરબારીઓએ શિલાદિત્ય કાનભંભેરણી કરી કે તે તો વાંઝિયો છે. તેની મિત્રતા ન કરાય. ત્યારબાદ લોકો મામડિયાને વાંઝિયામેણા મારવા લાગ્યા. આ રીતે તેમની મિત્રતા પુરી થઈ.

ત્યારબાદ દુઃખી થઈ ગામડીયા એ શિવ મંદિરમાં શિવલિંગ સામે બેસી ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ તેના પર પ્રસન્ન થયા. અને તેમણે પાતાળ લોકના નાગદેવતાની પુત્રીઓ અને નાગ પુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે. આવું વરદાન ભગવાન શિવ શંભુ એ મામડિયાને આપ્યું.

ભગવાન શિવ શંભુના વરદાન પ્રમાણે મહા સુદ આઠમના દિવસે મામડિયાને ત્યાં ખાલી રાખેલા 8 પારણામાં સાત નાગણી અને એક નાગ આવી ગયા. ત્યારબાદ થોડી જ વારમાં તમામે મનુષ્યનું રૂપ ધારણ કરી લીધું. આ રીતે સૌથી નાની દીકરી તરીકે માતા ખોડીયાર એ જન્મ ધારણ કર્યો.

તેમજ ઉપર જણાવ્યા મુજબ સાત પુત્રીઓ અને એક પુત્ર નું નામ રાખવામાં આવ્યું. તેમાં સૌથી નાની દીકરી જાનબાઇ ખોડિયાર માતા તરીકે ઓળખાયા અને પૂજાયા.

આજે પણ બોટાદ જિલ્લાના રોહીશાળા ગામ એ તેમના જન્મસ્થાને ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. જ્યાં ખોડીયાર માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

શ્રી ખોડીયાર માતાજીના ત્રણ મુખ્ય મંદિરો છે. જે ગળધરા, માટેલ અને રાજપરા ગામે આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *