પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં એક ગરીબ ડ્રાઈવરના નસીબ કેવી રીતે ખુલી ગયા કે એક ઝટકામાં કરોડપતિ બની. તેની 60 રૂપિયાની લોટરી તેને કરોડપતિ બનાવી દીધો.
હકીકતમાં કામથી ડ્રાઇવર એવા વર્ધમાન જિલ્લાના રહેવાસી રૂપેશ એક રેશન દુકાનની ગાડી ચલાવે છે. રૂપેશે મંગળવારે સાંજે કુલ 60 રૂપિયામાં લોટરીની બે ટિકિટો ખરીદી.
મંગળવારની રાતે જ તેને જાણકારી મળી કે તેણે ખરીદેલી 87A-12782 નંબર વાળી લોટરી ઉપર એક કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારબાદ રૂપેશ ની ખુશીઓનો પાર ન રહ્યો.
વાહન ચલાવતાં રૂપેશને દર મહિને સાત હજાર રૂપિયા મળતા હતા. તેનાથી જ તે પોતાનો ઘરનો ખર્ચો ચલાવતો હતો. પરિવારમાં માતા-પિતા, પત્ની અને દીકરી ઉપરાંત એક ભાઈ પણ છે. તે પણ વાહન ચાલક છે.
રૂપેશ શું કહેવું છે કે લોટરી માંથી જેટલા પૈસા મળ્યા છે તેનાથી તે હવે પરિવાર માટે જમીન ખરીદશે અને તેના ઉપર ઘર બનાવશે. રૂપેશનું સપનું છે કે તે પોતાની ગાડી પણ ખરીદશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.