દાહોદ: સરકારી બસ અને બાઇક ધડાકાભેર અથડાતાં એક જ ગામના ત્રણ મિત્રોના મોત, પરિવારો પર ફાટ્યું આભ

ભારતમાં લાકો લોકો અકસ્માત દરમિયાન પોતાનો જીવ ગુમાવે છે એટલુ જ નહી કેટલાક લોકો પરિવારના સભ્ય ગુમાવી રહ્યા છે ત્યારે આવોજ એક કિસ્સો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામમાંથી સામે આવી રહ્યો છે.

બસ અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરબાઈક પર સવાર એક જ ગામના 3 મિત્રનું મોત થયું હતું. જેથી આખા ગામમાં શોકનો માહોલ છવાય ગયો છે. ધાનપુર પોલીસે અક્સમાત સંબધી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરુ કરીને એસ.ટી બસનાં ફરાર ચાલકને શોધવાના કામગીરી શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર, ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના યુવાનો મુકેશભાઈ દશરથભાઈ પલાસ, વિપુલભાઈ મનુભાઈ બારીઆ અને પ્રવિણભાઇ છગનભાઇ પલાસ મોટરસાયકલ લઈને સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ પિપેરોથી પોતાના ગામ આબલી મેનપુર જઈ રહ્યા હતા. ગામમાં પહોચતા દાહોદથી ધાનપુર તરફ આવતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બંને વાહનો સામસામે ભટકાતા યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી.

જેમાં મોટરસાયકલ પર સવાર મુકેશભાઈનું ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતુ. મોટરસાયકલ પર સવાર બીજા બે યુવાનને ગંભીર ઇજા પહોંચતા ગોધરા સારવાર માટે લઈ જતાં રસ્તામાં વિપુલભાઈ મનુભાઈ બારીઆનું મોત થયું હતું. જયારે પ્રવિણભાઇ છગનભાઇ પલાસનું ગોધરા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોડીરાત્રે ગામના ત્રણ યુવાનના મોતના સમાચાર મળતા આખા ગામમાં શોકનો માહોલ છવાય ગયો હતો. આબલીમેનપુર ગામના ત્રણ યુવાનોની અર્થીઓ એક સાથે ઉઠતા પરિવારમાં હૈયાફાટ રુદન અને સમગ્ર ગામમાં શોકગ્રસ્ત બન્યું હતું.

સુત્રના જણાવ્યા અનુસાર, એસ.ટી.બસનો ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. આ સંબંધે આમલીમેનપુર ગામે નઢેલાવ ફળિયામાં રહેતાં રેશમબેન દશરથભાઈ પલાસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી એસ.ટી. બસના ચાલકની ધરપકડની કામગીરી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *