મધ્યપ્રદેશના નરસીપુર જિલ્લામાં એક રોડ દુર્ઘટનામાં પાંચ મજૂરો નો જીવ ચાલ્યો ગયો છે.નરસિંહપુર જિલ્લાના મુહવાની થાણાના પાઠા ગામની આસપાસ એક કેરીઓથી ભરેલો ટ્રક અનિયંત્રિત થઈ પલટી મારી ગયો. આ ટ્રકમાં 20 મજુરો સવાર હતા. જે હૈદરાબાદથી ઉત્તર પ્રદેશના ઇટા અને ઝાંસી જઈ રહ્યા હતા.
ન્યુઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર પાંચ મજૂરોના મૃત્યુ ટ્રકમાં દબાઈને થઈ ગયા. જ્યારે બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે, તેમજ 13 ઘાયલ મજૂરોનો ઈલાજ જીલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હેરાન કરનારી વાત તો એ છે કે તેમાંથી એક મજૂર માં કોરોનાના લક્ષણ પણ મળ્યા છે. હાલમાં ટ્રકમાં રહેલી કેરીઓ નાશ કરવામાં આવ્યો છે. અને તમામ મજુરોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
કોરોના સંકટના કારણે લાગુ થયેલા દેશ વ્યાપી Lockdownની સૌથી વધારે અસર મજૂરો પર જોવા મળી રહી છે. કામ વગરના આ મજૂરોનું મોટા શહેરોમાં જીવન વિતાવવું મુશ્કેલ થઇ ગયું છે. તેના લીધે આ પ્રવાસી મજૂરો સેંકડો કિલોમીટરની યાત્રા પગપાળા કરી પોતાના ગામ પાછા ફરી રહ્યા છે.
ગત શુક્રવારે પણ આવી જ એક દુર્ઘટનાથી દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે મહારાષ્ટ્રથી કેટલાક મજૂરો મધ્યપ્રદેશ માટે પગપાળા જઈ રહ્યા હતા. પાટાના કિનારા પર ચાલતા મજૂરો થાકી ને ત્યાં જ સૂઈ ગયા હતા ત્યાંથી એક માલગાડીએ તેમને કચડી નાખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news