Madhya Pradesh accident: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે. ગેસ ટેન્કરે બે ફોર વ્હીલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોતના (Madhya Pradesh accident) સમાચાર આવી રહ્યા છે. આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે ફસાયેલા લોકોને ક્રેનની મદદથી વાહનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ટેન્કર ખોટી દિશામાંથી આવી રહ્યું હતું
પોલીસે આ અકસ્માત અંગે વિગતવાર માહિતી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બુધવારે રાત્રે લગભગ 11 વાગે બની હતી. બદનવર-ઉજ્જૈન હાઈવે પર બામનસુતા ગામ પાસે રોડ પર એક ગેસ ટેન્કર ખોટી દિશામાંથી આવી રહ્યું હતું. આ દરમિયાન ટેન્કરે સામેથી આવતી કાર અને જીપને ટક્કર મારી હતી. ધાર એસપી મનોજ કુમાર સિંહે જણાવ્યું છે કે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.
4ના ઘટનાસ્થળે જ મોત થયા હતા
ધાર એસપીએ જણાવ્યું છે કે આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે, અન્ય 3 લોકો બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. આ દરમિયાન ફસાયેલા લોકોને ક્રેનની મદદથી વાહનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પીડિતો આ જિલ્લાના છે
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પડોશી રતલામ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતનો ભોગ બનેલા લોકો રતલામ, મંદસૌર (મધ્ય પ્રદેશમાં) અને જોધપુર (રાજસ્થાન) જિલ્લાના છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App