દેશના આ શહેરમાં મોટી સંખ્યામાં સ્વાઈન ફ્લૂના કારણે ડુક્કરોના મોત થયા- લોકોમાં ફફડાટ

ભોપાલ: આફ્રિકન સ્વાઈન ફ્લૂ(African swine flu) દિવસે ને દિવસે ભારત(India)માં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના લખનઉ(lucknow)માં મોટી સંખ્યામાં ડુક્કરો(Pig)ના મોત થયા છે. ભોપાલ(bhopal)માં સ્તિથ રાષ્ટ્રીય રોગ નિદાન સંસ્થા દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. યુપી(UP) સરકારે અહીં ડુક્કરોના સેમ્પલ મોકલ્યા હતા. તપાસમાં સંસ્થાને જાણવા મળ્યું કે આફ્રિકન સ્વાઈન ફ્લૂના કારણે ડુક્કરોના મૃત્યુ થયા હતા. આ પછી, સમગ્ર દેશમાં તેના ફેલાવાનું જોખમ વધી ગયું છે.

ઉત્તર પૂર્વ પછી ઉત્તરાખંડ અને યુપીમાં ડુક્કરોના ઝડપથી મૃત્યુનું કારણ આફ્રિકન સ્વાઈન ફીવર છે. યુપી અને ઉત્તરાખંડમાંથી સેમ્પલ ભોપાલની નેશનલ ડિસીઝ ડાયગ્નોસ્ટિક ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં આફ્રિકન સ્વાઈન ફીવરથી મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે. સંસ્થાએ લખનઉ અને ઉત્તરાખંડના સેમ્પલના રિપોર્ટને પોઝિટિવ ગણાવ્યા છે.

રોગ ખતરનાક છે:
આફ્રિકન સ્વાઈન ફીવરે ઉત્તર પૂર્વમાં હાહાકાર મચાવી દીધો છે. મિઝોરમ અને ત્રિપુરામાં આફ્રિકન સ્વાઈન ફીવરને કારણે મોટી સંખ્યામાં ડુક્કર મૃત્યુ પામ્યા. પરંતુ હવે આ રોગ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયો છે. યુપીના ફૈઝુલ્લાગંજમાં મોટી સંખ્યામાં ડુક્કરોના મૃત્યુ થયા હતા. આ પછી, ઉત્તર પ્રદેશ સરકારે આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ જાહેર કર્યું હતું. તપાસ માટે મોકલવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નિષ્ણાતોના મતે આફ્રિકન સ્વાઈન ફ્લૂ ઝડપથી ફેલાતો રોગ છે. આ રોગનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

બીજી જગ્યાએ ન ફેલાઈ જાય રોગ:
અજાણ્યા રોગથી મોટી સંખ્યામાં ભૂંડો અચાનક મૃત્યુ પામ્યા પછી, ઉત્તર પ્રદેશમાં આ રોગનો ફેલાવો અટકાવવા માટે ભૂંડને મારીને દાટી દેવામાં આવ્યા હતા. જો કે હવે આ સમગ્ર મામલાને લઈને એલર્ટ ચાલી રહ્યું છે. ખતરો એ છે કે નોર્થ ઈસ્ટથી શરૂ થયેલી આ બીમારી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ થઈને દેશના બાકીના ભાગમાં ન ફેલાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *