મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલા અધિકારી દ્વારા તેની જ પાર્ટીના નેતા પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા નેતાએ કોંગ્રેસ લઘુમતી વિભાગના જિલ્લા પ્રમુખ મુસ્તાક હુસેન પર પ્રેમ પ્રેમની જાળમાં ફસાવવા અને તેનું શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે કોંગ્રેસના નેતા સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે.
11 જાન્યુઆરીએ મહિલા નેતાએ એક ખાનગી હોટલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા મુસ્તાક હુસેને તેની છેડતી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, મુસ્તાક હુસેને તેમને તેના પ્રેમ જાળમાં ફસાવી દીધા છે. હુસેન સાથેના પ્રેમસંબંધના કારણે આ મહિલાએ પણ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. મહિલા નેતાએ કહ્યું કે, જ્યારે લગ્નની વાત આવી ત્યારે મુસ્તાક હુસેને તેને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું કે, જો તે બંનેના પ્રેમ સંબંધની વાત કોઈને કહેશે તો તે તેની હત્યા કરી નાખશે.
મહિલાએ જણાવ્યું હતું કે, તેમણે આ મામલે જિલ્લા પ્રમુખ અને પ્રદેશ નેતાઓને પણ ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી, ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ મુસ્તાક હુસેન વિરુદ્ધ લેખિત ફરિયાદ આપીને બુરહાનપુરના એસપી રાહુલકુમાર લોઢા પાસે ન્યાયની વિનંતી કરી હતી, ત્યારબાદ પોલીસે કોંગ્રેસના નેતા પર બળાત્કારનો ગુનો નોંધ્યો છે. કોંગ્રેસ નેતાનું કહેવું છે કે, તેમને કાયદા પર પૂરો વિશ્વાસ છે, તેની સાથે ન્યાય કરવામાં આવશે.
મહિલાએ કહ્યું કે, જો કોંગ્રેસના લઘુમતી નેતા મુસ્તાક હુસેન સામે તેના શારીરિક શોષણ અને છેતરપિંડી માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે એસપી ઓફિસમાં સ્થાપિત સીસીટીવી કેમેરા સામે આત્મહત્યા કરશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મુસ્તાક હુસેનના ઘરની કેટલીક મહિલાઓ પણ તેમને સતત પરેશાન કરી રહી છે. હાલમાં, કેટલીક મહિલાઓ તેના ઘરે પહોંચી હતી અને તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને સમાધાન કરવાની ધમકી આપી હતી.
પીડિતાની ફરિયાદ બાદ આરોપી મુસ્તાક હુસેન વિરુદ્ધ બુરહાનપુરના ગણપતિ નાકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એસપી રાહુલકુમાર લોઢાએ જણાવ્યું હતું કે, કેસ નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. તે દરમિયાન કોંગ્રેસના જિલ્લા પ્રમુખનું કહેવું છે કે, આ ઘટના અંગેની માહિતી પ્રદેશ કોંગ્રેસ સમિતિને મોકલવામાં આવી છે. હવે રાજ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા મુસ્તાક હુસેનને પદ પરથી હટાવવાની ભલામણ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle