વિદ્યાર્થીનીની એક ફરિયાદથી નેતાએ જાતે આવીને સરકારી શાળાનું ટોયલેટ સાફ કર્યું

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉર્જા મંત્રી પ્રધ્યુમન સિંહ તોમરે(Pradhyuman Singh Tomar) શુક્રવારે મધ્યપ્રદેશના ગ્વાલિયર(Gwalior)માં એક સરકારી શાળાના શૌચાલયની સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તમને જણાવી…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉર્જા મંત્રી પ્રધ્યુમન સિંહ તોમરે(Pradhyuman Singh Tomar) શુક્રવારે મધ્યપ્રદેશના ગ્વાલિયર(Gwalior)માં એક સરકારી શાળાના શૌચાલયની સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ સાર્વજનિક શૌચાલય(Public toilet) સાફ કરતા અને રોડ સાફ કરતા જોવા મળ્યા છે.

મળતી માહિતી મુજબ, પ્રદ્યુમન સિંહ તોમર સરકારી કન્યા માધ્યમિક શાળાનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. અહીં તેમણે શાળાની વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થિનીઓએ મંત્રીને જણાવ્યું કે, શાળાનું શૌચાલય ખૂબ જ ગંદુ છે. જેના કારણે તેમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ સાંભળીને ઉર્જા મંત્રી સીધા શૌચાલયમાં ગયા અને સમય બગાડ્યા વિના પોતાના હાથથી શૌચાલય સાફ કરવા લાગ્યા. ઉર્જા મંત્રીએ સમગ્ર શૌચાલયની સારી રીતે સફાઈ કરી હતી.

મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે ANIને જણાવ્યું કે, “એક વિદ્યાર્થીનીએ મને કહ્યું કે, શાળામાં ટોયલેટ સાફ નથી, જેના કારણે વિદ્યાર્થીઓને સમસ્યા થાય છે.” તેમણે વધુમાં કહ્યું કે, “મેં 30 દિવસ સુધી સ્વચ્છતાનો સંકલ્પ લીધો છે અને હું દરરોજ કોઈને કોઈ સંસ્થામાં જઈને સફાઈ કરીશ, હું ઈચ્છું છું કે સ્વચ્છતાનો સંદેશ તમામ લોકો સુધી પહોંચે, હું આ એટલા માટે કરી રહ્યો છું કે દરેક વ્યક્તિ સ્વચ્છતા રાખે. પ્રેરિત થવા માટે.”

લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવા સાથે તેમણે શાળાઓના શૌચાલયોને રોજેરોજ સ્વચ્છ રાખવા મ્યુનિસિપલ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *