MP Corrupt Police: રસ્તા પર ટુ વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે કારણ કે અકસ્માતમાં હેલ્મેટ રક્ષા કરે છે. દેશમાં વગર હેલ્મેટે ટુ વ્હીલ ચલાવવું (MP Corrupt Police) ગેરકાયદેસર છે અને આવું કરવાથી તમને દંડ કરવાનો નિયમ છે. પરંતુ વિચારો તમે પગપાળા જઈ રહ્યા છો અને પોલીસ જબરદસ્તી તમને પકડીને હેલ્મેટ ન પહેરવાનો મેમો આપી દે તો કેવું થાય?
તમે કહેશો આવું કઈ રીતે થાય, કોઈ પગપાળા જઈ રહ્યું હોય તો હેલ્મેટ શું કામ પહેરે? પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક ઘટનાએ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે, મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક વ્યક્તિને પગપાળા ચાલતા હેલ્મેટ ન પહેરવાને કારણે તેને મેમો પકડાવી દેવામાં આવ્યો છે.
પગપાળા ચાલતા વ્યક્તિને પોલીસે મેમો આપ્યો
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક વ્યક્તિ પગપાળા ચાલતી વખતે હેલ્મેટ ન પહેર્યું હોવાને કારણે 300 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારબાદ તે વ્યક્તિએ એસપીનો સંપર્ક કરી દોષિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી છે. આ ઘટના પન્ના જીલ્લાથી લગભગ 40 km દૂર અજયગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ. સુશીલ કુમાર શુક્લા નામના વ્યક્તિના જણાવ્યા અનુસાર તે પોતાની દીકરીના જન્મદિવસ નિમિત્તે મહેમાનોને આમંત્રિત કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસની ગાડી એ તેમને રોકી લીધા.
શુક્લાએ દાવો કર્યો છે કે પોલીસે તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડ્યા અને અજયગઢ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, ત્યાં થોડા સમય માટે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તે પોતાની દીકરીના જન્મદિવસની પાર્ટી માટે ઘરે જવાનું છે તો અધિકારીઓએ કથિત રીતે નજીકમાં ઉભેલ એક ગાડીનો રજીસ્ટ્રેશન નંબર લખી લીધો અને વગર હેલ્મેટે બાઈક ચલાવવા માટે તેના પર 300 રૂપિયાનો દંડ લગાવ્યો. આ ઘટનાથી મુશ્કેલીમાં મુકાય શુક્લાએ પન્ના જઈ એસપીને ફરિયાદ લખી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
લોકોએ પોલીસ પ્રશાસનના ધજાગરા ઉડાવ્યા
ફરિયાદ ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા એસપીએ મીડિયા અને કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને અજયગઢના ઉચ્ચ અધિકારી રાજીવસિંહ ભદોરિયાને તપાસ સોંપવામાં આવી છે. જણાવ્યું છે કે આ જાણકારી અધુરી લાગી રહી છે અને આશ્વાસન આપ્યું છે કે તપાસ દરમિયાન જે કોઈ દોષિત હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર જેવો આ મામલો વાયરલ થયો લોકોએ પોલીસના આવા વલણને લઈને પ્રશાસનનો ઉધડો લીધો હતો. એક વ્યક્તિએ કહ્યું કે પોલીસનો હાથ ફક્ત નબળા લોકો પર ચાલે છે.
બીજા એક વ્યક્તિએ કહ્યું કે આવા લોકોને પોલીસમાં ભરતી કરનાર અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. એક ભાઈ લખે છે કે દેશમાં લૂંટ મચી છે, આના કરતા તો અંગ્રેજો સારા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App