ગઈકાલે એટલે કે શુક્રવારે લોકોને ઉર્જા મંત્રી પ્રદ્યુમન તોમરની એક અલગ જ શૈલી જોવા મળી. ગ્વાલિયરમાં સમયસર વીજ કપાત થવાની અને વીજળીના અભાવની ફરિયાદોથી હતાશ થઈને તેઓ જાતે તપાસ કરવા ગયા અને સમસ્યા જાણવા વીજળીના થાંભલે ચડી ગયા હતા.
સીડીની મદદથી થાંભલા પર ચઢીને ઉર્જામંત્રી તોમારે જાતે તેને ઠીક કરવાનું શરૂ કર્યું અને ત્યાં જમા થયેલો કચરો કાઢીને વીજળીના થાંભલાને સાફ કરી દીધો હતો. ટ્રાન્સફોર્મર પર ઉગેલા છોડ અને ઝાડની ડાળીઓને કારણે વીજળી સપ્લાયમાં તકલીફો પડતી હતી અને વીજ કંપનીના અધિકારીઓની બેદરકારી બદલ ઉર્જા મંત્રીએ સામાન્ય લોકો પાસે માફી માંગી હતી.
વીજળી ન મળતી હોવાની ફરિયાદથી ગુસ્સે ભરાયેલા ઉર્જા મંત્રી પ્રદ્યુમન તોમારે કહ્યું કે, જ્યાં જ્યાં ટ્રિપિંગ થાય છે ત્યાં જઇને તેનું નિરીક્ષણ કરશે અને જો જરૂર પડે તો વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે પીએસ અને એમડીને લોકોને યોગ્ય રીતે વીજળી પહોંચાડવા નિર્દેશ પણ આપ્યો. તમને જણાવી દઈએ કે, ઉર્જા મંત્રી તોમર ગ્વાલિયરના જ રહેવાસી છે અને લોકોહિત માટે પોતે જીવના જોખમે વીજળીના તાર પર ચડી ગયા હતા અને બધું ઠીકઠાક કર્યું હતું.
ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્ય સચિવશ્રીએ વીજ કંપનીના ત્રણ એમડીઓને પણ કડક સૂચના આપી હતી કે, જો રાજ્યમાં ટ્રિપિંગની સમસ્યા છે, તો હું તેને જાતે જ ઠીક કરીશ અને અધિકારીઓ દ્વારા પણ તેને સુધારણા કરાવીશ. આ સૂચનાનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તે સીઈ, એસઇ, ડીઇ અથવા અન્ય કોઈ અધિકારી હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.