લે આવું પણ થાય! બજરંગબલીને ફટકારવામાં આવી નોટીસ, હનુમાનજી સાત દિવસમાં જવાબ આપે નહીંતર…

શું તમે ક્યારેય ભગવાનના નામ પર કોઈ નોટિસ જાહેર થતી જોઈ છે ? પરંતુ આવો જ એક અજબ ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં રેલ્વે(Railway)એ હનુમાનજી(Hanumanji)ને અતિક્રમણને લઈને નોટિસ પાઠવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી સાત દિવસમાં જવાબ આપે નહીંતર કાર્યવાહી કરવામાં આવશે.

મધ્યપ્રદેશના મુરેનાના એક ગામમાં સરકારી જમીનના કથિત અતિક્રમણના સંબંધમાં રેલવે વિભાગે હનુમાનજીને નોટિસ જારી કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો હનુમાન મંદિરને અતિક્રમણ કરાયેલી જમીન પરથી હટાવવામાં નહીં આવે તો જિલ્લા વહીવટીતંત્ર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરશે.

સરકારી જમીનનો દાવો:
મોરેના જિલ્લાના સબલગઢ વિસ્તારમાં સ્થિત આ મંદિરની જમીન પર રેલવે દાવો કરે છે. હાલ મોરેનામાં બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે અને આ કામ દરમિયાન અતિક્રમણ અંગે આ નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અતિક્રમણ કરાયેલી જમીન પર બનેલા બાંધકામોને તોડી પાડવા માટે ખર્ચવામાં આવેલી રકમ ભગવાન હનુમાનજી પાસેથી વસૂલવામાં આવશે.

રેલ્વે સફાઈ:
જો કે, ઉત્તર મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારી મનોજ કુમારે જણાવ્યું હતું કે, ભગવાન હનુમાનના નામમાં ભૂલથી નોટિસ જારી કરવામાં આવી હતી અને મંદિરના પૂજારી વિરુદ્ધ નવી નોટિસ જારી કરવામાં આવી છે.

આવું પહેલા પણ બન્યું છે:
આ પ્રકારનો મામલો પહેલીવાર સામે આવ્યો નથી. ગયા વર્ષે ઝારખંડના ધનબાદ જિલ્લામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં પણ રેલવેએ હનુમાનજીને જ નોટિસ મોકલી હતી. જ્યારે મામલો વધી ગયો તો રેલવેએ કહ્યું કે ભૂલથી હનુમાનજીના નામે નોટિસ જારી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *