ભૂપેન્દ્ર પટેલના હસ્તે અતિઆધુનિક 151 ST બસોનું લોકાર્પણ, બસમાં બેસીને રકાબીમાં ચા પીશો તો પણ નહિ ઢોળાય

ગુજરાત(Gujarat): આજે ગાંધીનગર(Gandhinagar) ST ડેપો ખાતે 151 બસોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ST બસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) પણ હાજર રહ્યા હતા. ST ડેપો ખાતે નવી 151 બસમાં 40 સ્લીપર કોચ બસ અને 111 લક્ઝરી બસનો સમાવેશ થાય છે. સલામતીને ધ્યાને રાખીને નિર્ધારીત ધોરણ બસ બોડી કોડ AIS-052 અને CMVR મુજબ આ બસ બનાવવામાં આવી છે. 16 કરોડના ખર્ચે તૈયાર 40 સ્લીપર કોચનું લોકાર્પણ ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે જ 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસોનું લોકાર્પણ પણ ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આટલું જ નહી આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કમ્પ્યુટર બેઝ્ડ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ રેલવે અને એરપોર્ટ પર કરવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા મુસાફરો પુછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના રુટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની માહિતી મેળવી શકશે. અમે તમને જણાવી દઈએ કે, કંડક્ટર દ્વારા બસની નોંધણી આરએફઆઈડી કાર્ડ સ્વાઈપ કરવાથી ઓટોમેટિક થઈ જશે, તથા જે તે રુટની નોંધણી કમ્પ્યુટર સોફ્ટવેર બેઝ થવાથી રિઅલ ટાઈમ જાણકારી મળી શકશે.

મહત્વનું છે કે, ગાંધીનગર ST ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ જણાવતા કહ્યું હતું કે, ‘નાગરિકો માટે સવારીમાં વધુ બસનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ તમામ બસોમાં પાણી અને મોબાઈલ ચાર્જિંગની સુવિધાઓ પણ મળશે. આ નવી બસો એવી છે જેમાં બેસીને ચા રકાબીમાં પણ પીવો તો પણ ન ઢોળાય, ઉમરલાયક લોકોને ઝટકા ન લાગે તે પ્રકારની બસો છે. આ 900 જેટલી બસો શરૂ કરવા માટે તારીખ આપવામાં આવશે. તબક્કાવાર 150-150 બસો શરૂ કરવામાં આવશે.’

જુઓ કયા શહેરને કેટલી બસ ફાળવવામાં આવી?
જણાવી દઈએ કે, અમદાવાદને 12 બસ, અમરેલીને 4 બસ, ભુજને 6 બસ, વલસાડને 6 બસ, ભરૂચને 2 બસ, બરોડાને 6 બસ, ભાવનગરને 10 બસ, ગોધરાને 10 બસ, હિંમતનગરને 8 બસ, જામનગરને 6 બસ, જુનાગઢને 10 બસ, મહેસાણાને 13 બસ, નડિઆદને 4 બસ, પાલનપુરને 6 બસ, રાજકોટને 2 બસ અને સુરતને 6 બસો મળશે.

જો સ્લીપર કોચ બસોની વાત કરવામાં આવે તો અમદાવાદને 2 બસ, અમરેલીને 2 બસ, ભુજને 4 બસ, વલસાડને 2 બસ, બરોડાને 2 બસ, ભાવનગરને 2 બસ, ગોધરાને 2 બસ, હિંમતનગરને 2 બસ, જામનગરને 2 બસ, જુનાગઢને 4 બસ, મહેસાણાને 7 બસ, નડિઆદને 2 બસ, પાલનપુરને 4 બસ, રાજકોટને 2 બસ, સુરતને 2 બસો ફાળવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *