મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના વેપારી શહેર ઈન્દોર(Indore)ની સ્વર્ણ બાગ કોલોની(Swarna Bagh Colony)માં લાગેલી ભીષણ આગ(Fire)માં સાત લોકોના દર્દનાક મોત નીપજ્યા હતા. કોલોનીમાં બે માળના મકાનમાં આગ ફાટી નીકળ્યા બાદ રાહત અને બચાવ ટીમે ત્યાંથી 9 લોકોને બચાવી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ જે મકાનમાં આગ લાગી તે અન્સાર પટેલનું ઘર છે.
#UPDATE | Seven people died in the fire that broke out in a two-storey building in Indore, Madhya Pradesh: Indore Police Commissioner Harinarayana Chari Mishra to ANI
Latest visuals from the spot. pic.twitter.com/E6wXhytkl3
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 7, 2022
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ કમિશનર હરિનારાયણ ચારી મિશ્રા સહિત અનેક અધિકારીઓ પોલીસ દળની સાથે ઘટનાસ્થળે હાજર છે. ઘટના શનિવારે સવારે 4:00 થી 5:00 વચ્ચેની જણાવવામાં આવી રહી છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
વિજય નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તહઝીબ કાઝીના જણાવ્યા અનુસાર, આગથી પ્રભાવિત રહેણાંક મકાનમાંથી પાંચ લોકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 11 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આગ ઈલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને તેણે પહેલા બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને ઝપેટમાં લીધા હતા.
કાઝીના જણાવ્યા અનુસાર, આગમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકોના મોત ધુમાડાના કારણે ગૂંગળામણને કારણે થયા હતા. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
બિલ્ડિંગના માલિક અન્સાર પટેલની પોલીસે અટકાયત કરી છે અને તેમની સામે આઈપીસીની કલમ 304A હેઠળ બેદરકારીથી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે કારણ કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો લગાવવામાં આવ્યા ન હતા, જેમાં દરેક ફ્લોર પર ફ્લેટ હતો. અંસારે ફ્લેટ ભાડે આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.