મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં એમ્બ્યુલન્સ (Ambulance)નહીં મળવા પર મહિલા(Women)ઓને તેમની માતાના મૃતદેહને ખભા પર ઉઠાવીને ઘરે લઈ જવો પડ્યો હતો. ડિવિઝનલ હેડક્વાર્ટર(Divisional HeadQuarters)થી 10 કિમી દૂર આવેલ રીવા(Reva)માં, મહિલાઓએ મૃતદેહને ખાટલા પર રાખીને ઘરે લાવ્યા હતા. મળતી માહિતી મુજબ, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર(Health Center) રાયપુર(Raipur)માં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું.
મૃત્યુ બાદ મહિલાના મૃતદેહને ઘરે લઈ જવા માટે પરિવારની મહિલાઓએ એમ્બ્યુલન્સ રાહ જોઈ રહી હતી. પરંતુ તેઓનો મૃતદેહ લેવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. આવી સ્થિતિમાં ચાર મહિલાઓ મૃતદેહને ખાટલા પર રાખીને ઘરે લાવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ફરી એકવાર આરોગ્ય વિભાગનો પર્દાફાશ થયો છે.
મૃતદેહને ખભા પર લઈને રસ્તા પર ચાલી રહેલી મહિલાઓએ જણાવ્યું છે કે તબિયત ખરાબ હોવાને કારણે એમ્બ્યુલન્સ ન મળતા મહિલાને સારવાર માટે ખાટલા પર લઇ જવામાં આવી હતી. જયારે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર રાયપુરમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પરંતુ હાજર મેડિકલ ઓફિસરોએ મૃતદેહ અંગે માહિતી આપી ન હતી અને મૃતદેહને ખભા પર લઈને ગામમાં પરત લાવવો પડ્યો હતો.
तस्वीरें रीवा की हैं! कहानी वही सरकारी अस्पताल में मौत हुई शव वाहन नहीं मिला खुद महिलाएं चारपाई में रखकर शव गांव ले गईं! अब सरकारी तर्क आएंगे.. कुछ भक्ति भाव में डूबे इसपर भी गरियाएंगे.. हम पूछते रहेंगे क्या है सरकार की प्राथमिकता! pic.twitter.com/zFjdWY34jT
— Anurag Dwary (@Anurag_Dwary) March 30, 2022
રેવાના રાયપુર હેલ્થ સેન્ટરમાં બનેલી આ ઘટનાએ માનવતાને શરમમાં મૂકી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકની ઉંમર 80 વર્ષ છે. તેનું નામ મોલિયા કેવટ હતું. તે રીવાના મહેસુઆ ગામની રહેવાસી હતી, જ્યારે 80 વર્ષીય વૃદ્ધની તબિયત બગડતા તેને કરચુલીયન સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પરિવારનું કહેવું છે કે, તેઓએ મૃતકના વાહનની માહિતી માંગી પરંતુ તેઓ ન મળતાં સાથે આવેલી મહિલાઓ લાશને ખાટલા પર લઈને ગામ તરફ ચાલી ગઈ હતી.
આ સમગ્ર મામલે ડોક્ટર બીએલ મિશ્રા, સીએમએચઓ રીવાની પ્રતિક્રિયા પણ આવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, મહિલા અવારનવાર કર્ચુલિયન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે આવતી હતી. તે માત્ર સારવાર માટે આવી હતી આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેના મૃત્યુ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. મહિલાના મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને સ્થાનિક ઓટો રિક્ષા સાથે વાતચીત ચાલી રહી હતી. પરંતુ તે પહેલા ગામની મહિલાઓ આવીને લાશને લઈ ગઈ હતી. CMHOએ વધુમાં કહ્યું છે કે, આ કોઈ મોટી વાત નથી, સોશિયલ મીડિયા પર તેને હાઈલાઈટ કરવામાં આવી રહી છે. તેમના મતે જિલ્લામાં શું મૃતદેહ માટે એકપણ વાહન નહી હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.