સુરતના વિદ્યાર્થીઓએ PM મોદીના લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના- જુઓ અહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે જન્મદિન નિમિતે સુરતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વખતે બાળકોએ કંઈક હટકે વડાપ્રધાન નો જન્મદિન ની ઉજવણી કરી છે.સુરતના નાના વરાછા સ્થિત આશાદીપ વિદ્યાલય ના 2800 જેટલા બાળકોએ એકસાથે 1.50 લાખ જેટલા મહા મૃત્યુંજય જાપ કર્યા હતા. અને વડાપ્રધાન ની દીર્ઘ આયુ માટે ભગવાન ને પ્રાર્થના કરી હતી. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા 690 કિલો જેટલી ખીચડી ગરીબોમાં વહેંચવામાં આવી હતી. તેમજ સ્કૂલ ના શિક્ષકો દ્વારા આસપાસ ની સોસાયટીમાં સફાઈ કરશે.

‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે ।

સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।

મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો.

17 મી સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વના જન્મદિન ની દેશભરમધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં  બ્રેડલાઈનર દ્વારા નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક તૈયાર કરવામાં આવી છે.

જેને 700 ઓનેસ્ટ લોકો દ્વારા કટ કરી 7000 લોકો કરપ્શનને દૂર કરવાનો સંકલ્પ લેશે. મહત્વ નું એ છે કે આ કેકનું નામ જ કરપ્શન અગેઈન રાખવામાં આવ્યું છે અને શહેરના સેલિબ્રિટી અને જાણિતા વ્યક્તિની જગ્યાએ 700 ઓનેસ્ટ લોકો દ્વારા આ કેક કટ કરવામાં આવશે. ઉપસ્થિત રહેનાર લોકોને વિના મૂલ્યે કેક ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે બ્રેડલાઈનર બેકરી દ્વારા લાંબી કેક, ઝડપથી બનાવવાનો અને વધારે વજનની કેકનો રેકોર્ડ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *