Mahabharata Gufi Paintal health Update: લોકપ્રિય ટીવી શો મહાભારતમાં ‘શકુની મામા’નું પાત્ર ભજવનાર ગુફી પેંટલ (Gufi Paintal) ની તબિયત નાજુક છે. હાલમાં તે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે. શકુની મામાના પાત્ર અભિનેતાને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ, આ પાત્ર ભજવવા માટે ગુફી પેંટલને એક એપિસોડ માટે કેટલું મળ્યું?
ગુફી પેંટલે મહાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા તે લોકપ્રિય શોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોવા મળ્યો હતો. આ પછી ડિરેક્ટરે તેને આ રોલ ઓફર કર્યો હતો. પરંતુ શકુના મામાના પાત્ર માટે તે સમયે તે એક એપિસોડ માટે માત્ર 3,000 રૂપિયા લેતો હતો.
જ્યારે ગુફી પેંટલને મહાભારતના લેખક રાહી માસૂમ રઝા દ્વારા આ રોલ ઑફર કરવામાં આવ્યો હતો, તે સમયે તે આ રોલ માટે હા કહેવી કે નહીં તે મૂંઝવણમાં હતો. કારણ કે, તેના શકુની મામાના કારણે સમાજ તેને નફરત કરવા લાગશે એ વાતનો પણ ડર હતો. ત્યારબાદ તેમણે ઘટના વિચાર કર્યા બાદ તેણે આ રોલ માટે ‘હા’ કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ગુફી પેંટલ એક્ટિંગમાં આવ્યા પહેલા વ્યવસાયે એન્જિનિયર હતા અને નોકરી છોડીને મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો. તેણે મહાભારત સિવાય પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતાએ શ્રી ચૈતન્ય મહાપ્રભુ નામની ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.
ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ગુફી પેન્ટલની બગડતી તબિયત વિશે જાણકારી આપી છે. તેણે તેના ચાહકોને અભિનેતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. જો કે ગુફી પેંટલની હાલત વિશે હાલમાં કોઈ ચોક્કસ માહિતી મળી નથી. હાલમાં અભિનેતાના પરિવારે તેના સ્વાસ્થ્યને લગતી કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.