પવિત્ર અને શુભ શ્રાવણ માસ શરુ: મહાદેવ ભક્તો પૂજા અર્ચના વખતે ન કરે આ ભૂલો, નહિતર શિવ થઇ જશે કોપાયમાન

મહાદેવ ભક્તો જેની આતુરતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક  રાહ જોઈ રહ્યાં હતાં તે પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શુભ શરૂઆત થઇ ગઈ છે. ચારેય દિશામાં બમ બમ બોલે અને જય જય શિવ શંકરના નારાનો નાદ ગુંજી રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવ શંકરની પૂજા-અર્ચના કરવાથી મહાદેવની કૃપા આપણા પર સતત વરસતી રહે છે.

શ્રાવણ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં ભગવાન શીવનો અભિષેક કરે છે. આ મહિનામાં શંકર ભગવાનની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે.

ભગવાન શિવને સનાતન ધર્મમાં આદિ પંચ દેવોમાંથી એક માનવામાં આવે છે. આ રીતે, શિવશંકર એટલા ભોળા છે, કે ભક્તોની નાની નાની બાબતોમાં પ્રસન્ન થઈને તે તેમને આશીર્વાદ આપે છે. તેથી જ તેનું એક નામ ભોલેનાથ પણ છે. પરંતુ આપણે મહાદેવ શિવના પ્રતીક શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો ભગવાન શિવ નિર્દોષ હોય તો તેમનો ક્રોધ પણ ખૂબ ઉગ્ર હોય છે. જો શિવલિંગની પૂજા યોગ્ય નિયમો અને વિધિઓ સાથે કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી છે, પરંતુ બીજી બાજુ જો શિવલિંગની પૂજામાં કોઈ ભૂલ હોય તો આ ભૂલ માનવી માટે વિનાશક સાબિત થઈ શકે છે.

હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે માટે સારો ગણાય છે.  પરંતુ કહેવાય છે કે જો ભોલે શિવની પૂજા-અર્ચનામાં ભૂલ કરી તો ભગવાન શિવ કોપાયમાન થઈ જાય છે. ભગવાન શિવની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું જોઈએ.

શિવજીની પૂજા કરતી વખતે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો નહિતર ભગવાન શિવ થઇ જશે કોપાયમાન:

શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ક્યારેય પણ કાળા કપડાં પહેરવા જોઈએ નહીં. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે જે જગ્યાએથી ચઢાવેલું પાણી બહાર આવી રહ્યું હોય ત્યારે ક્યારેય પણ તે પાણીને ઓળંગીને બીજી બાજુ જવું નહીં.  શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તુલસીના પાન ન ચઢાવો. શાસ્ત્રો અનુસાર શિવલિંગ માટે તુલસીના પત્તાને વર્જિત ગણવામાં આવ્યાં છે. શિવલિંગ તથા શિવ પ્રતિમાની પૂજા કરતી વખતે ભૂલથી પણ તેમને સિંદૂર, તલ અને હળદર ચઢાવવા ન જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *